Technology/ WhatsApp માં આવ્યું જબરદસ્ત ફીચર, હવે વીડિયોનો અવાજ Mute કરી શકાશે

યૂઝર્સની સલામતી અંગેનાં સવાલોથી ઘેરાયેલા WhatsApp માં ફરી એકવાર પરિવર્તન કરવામાં આવ્યુ હોવાનુ સામે આવી રહ્યુ છે.

Tech & Auto
Mantavya 32 WhatsApp માં આવ્યું જબરદસ્ત ફીચર, હવે વીડિયોનો અવાજ Mute કરી શકાશે

યૂઝર્સની સલામતી અંગેનાં સવાલોથી ઘેરાયેલા WhatsApp માં ફરી એકવાર પરિવર્તન કરવામાં આવ્યુ હોવાનુ સામે આવી રહ્યુ છે. આ નવા ફિચર સાથે, યૂઝર્સને હવે કોઈપણ વીડિયોને કોઈપણ અન્ય યૂઝર્સને મોકલતા પહેલા તે વીડિયોને મ્યૂટ કરી શકશે. જ્યારે તમારી મોકળેલો વીડિયો અન્ય યૂઝર્સને મળે છે, ત્યારે તેમા કોઈ અવાજ આવશે નહીં. વોટ્સએપમાં આ લાંબા સમયથી રાહ જોવાતુ ફીચર હતુ.

Technology / Apple બનાવી રહી છે ફોલ્ડેબલ ફોન, જેમા એવી ટેક્નોલોજી હશે કે ડિસ્પ્લે સેન્સરથી થશે તમામ કામ

આ સુવિધા ટૂંક સમયમાં બધા વોટ્સએપ યૂઝર્સ સુધી પહોંચશે

વોટ્સએપનું મ્યૂટ વીડિયો ફીચર અગાઉ બીટા વર્ઝનમાં હતું. હવે તેનું સ્ટેબલ વર્જન આવી ગયું છે. WhatsApp નું આ નવું ફીચર હજી સુધી બધા યૂઝર્સ સુધી પહોંચ્યું નથી. આગામી 1-2 દિવસમાં, WhatsApp નું આ જબરદસ્ત ફીચર તમામ યૂઝર્સ સુધી પહોંચી શકે છે.

Gadjets / આવી રહી છે PUBG New State, જેમા મળશે નવા નકશા-વ્હીકલ અને ગન

આ રીતે તમે વીડિયોનો અવાજ મ્યૂટ કરી શકો છો

જો તમે કોઈપણ વોટ્સએપ યૂઝર્સને મ્યૂટ કરેલો વીડિયો મોકલવા માંગો છો એટલે કે, જ્યારે વીડિયો બીજા યૂઝર્સ સુધી પહોંચે છે, ત્યારે તેનો અવાજ ન આવે, આ માટે તમારે પહેલાની જેમ જ વીડિયોને મોકલવાની પ્રક્રિયાને અનુસરવી પડશે. વીડિયો મોકલવાની વિંડોમાં એડિટ વીડિયો ઓપ્શનની નજીક વોટ્સએપનું મ્યૂટ વીડિયો ફીચર આપવામાં આવી છે. સ્પીકર આઇકોન ઉપરની ડાબી બાજુ આપવામાં આવેલ છે. વીડિયોને મ્યૂટ કરવા માટે, યૂઝર્સને તે કોઈપણને મોકલતા પહેલા ફક્ત સ્પીકર આઇકોન પર ટેપ કરવાની જરૂર છે. ઉપર, વીડિયોનો સમયગાળો અને સાઇઝ પણ આપવામાં આવેલ છે.

Technology / માત્ર 4,999 રુપિયામાં ખરીદો વોટરપ્રૃફ સ્માર્ટવોચ, iOS અને એન્ડ્રોઇડ ફોન કરી શકો છો કનેક્ટ

વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસીઝ

છેલ્લા કેટલાક દિવસોથી વોટ્સએપ હેડલાઇન્સમાં છે. તેનું કારણ વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસીઝ છે. પહેલાં, WhatsApp એ 8 ફેબ્રુઆરી 2021 થી નવા નિયમોને લાગુ કરવાનો હતો, પરંતુ પાછળથી 15 મે 2021 સુધી મુતેને લતવી રાખવામાં આવ્યુ હતુ. વોટ્સએપને તેની નવી પ્રાઇવસી પોલિસીઝ માટે પણ ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. ઉપરાંત, ઘણા યૂઝર્સે અન્ય મેસેજિંગ એપ્લિકેશનો પર પણ જવાનો નિર્ણય કર્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ