Gadjets/ આવી રહી છે PUBG New State, જેમા મળશે નવા નકશા-વ્હીકલ અને ગન

PUBG નાં ચાહકો માટે એક ખૂશીનાં સમાચાર સામે આવી રહ્યા છે. નવી PUBG ગેમ જલ્દી જ આવી રહી છે.

Tech & Auto

PUBG નાં ચાહકો માટે એક ખૂશીનાં સમાચાર સામે આવી રહ્યા છે. નવી PUBG ગેમ જલ્દી જ આવી રહી છે. તેનું નામ PUBG New State છે. PUBG New State ની ઘોષણા કરવામાં આવી છે અને તે ગૂગલ પ્લે સ્ટોર પર પ્રી-રજીસ્ટ્રેશન માટે ઉપલબ્ધ થઈ છે. વળી iOS માટે તેના પ્રી-ઓર્ડરની તારીખ હજી આવી નથી.

Gadjets / Google આ સર્વિસને 4 દિવસ બાદ કરશે બંધ, આ રીતે કરો ડેટા ટ્રાંસફર

PUBG ગેમનું પીસી અને કન્સોલ વર્જન બનાવતી PUBG Studio, તેને ડેવલોપ કરી રહી છે. PUBG સ્ટુડિયોએ PUBG New State નું ટ્રેલર શેર કર્યું છે. વળી, આ માટે એક ડેડિકેટેડ વેબસાઇટ પણ બનાવવામાં આવી છે. વેબસાઇટ જણાવે છે કે, જે લોકો આ ગેમનું પ્રી-ઓર્ડર કરે છે તેમને પરમેનન્ટ લિમિટેડ હ્વીકલ સ્ક્રિન મળશે. નવી ગેમ ફ્યૂચરિસ્ટિકની સાથે મલ્ટીપ્લેયરવાળી હશે. તે નવા નકશા, નવા હથિયારો અને ડ્રોન સાથે આવશે. પબજી ન્યૂ સ્ટેટ ગેમ, Android અને iOS માટે ઉપલબ્ધ હશે. PUBG Studio કહે છે કે, ગેમમાં અલ્ટ્રા-રિયલિસ્ટિક ગ્રાફિક્સ હશે, જે મોબાઇલ ગેમિંગની લિમિટ્સનને વધારશે. ગેમનાં ટ્રેલરમાં બેટલ રોયલ સેટિંગ બતાવવામાં આવ્યુ છે, જે PUBG મોબાઇલ જેવું જ છે. હાલમાં PUBG મોબાઇલ પર પ્રતિબંધ હોવાને કારણે ભારતમાં પ્રિ-રજીસ્ટ્રેશન માટે ઉપલબ્ધ નથી.

Technology / ભારતમાં સૌથી સસ્તો 5G ફોન થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

PUBG : New State ગેમનું પ્રિ-રજીસ્ટ્રેશન ભારતમાં કરવા ઇચ્છે છે, તેમને હજુ રાહ જોવાની રહેશે. આ ગેમ હાલમાં ભારતમાં ઉપલબ્ધ નથી. આ ગેમ ભારતમાં ત્યારે શરૂ કરવામાં આવશે જ્યારે PUBG મોબાઇલથી પ્રતિબંધ હટી જશે. પરંતુ Krafton ને ચાઇનીઝ Tencent કંપનીથી દૂરી બનાવી લીધી છે. આવી સ્થિતિમાં, PUBG મોબાઇલ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થઈ શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ