Satellite internet service/ એરટેલનો મોટો દાવ, એલોન મસ્કની સ્ટારલિંકને રતાપાણીએ રોવડાવશે

એલોન મસ્ક દ્વારા ભારતમાં સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા સ્ટારલિંક લોન્ચ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે

Top Stories Tech & Auto
Mantavyanews 2023 09 29T134603.748 એરટેલનો મોટો દાવ, એલોન મસ્કની સ્ટારલિંકને રતાપાણીએ રોવડાવશે

એલોન મસ્ક દ્વારા ભારતમાં સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા સ્ટારલિંક લોન્ચ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે સ્ટારલિંકને 10 ઓક્ટોબર સુધીમાં ભારતમાં તેની સેવા શરૂ કરવાની મંજૂરી મળી શકે છે. આ માટે સ્ટારલિંક દ્વારા કેન્દ્ર સરકારને અરજી કરવામાં આવી છે. પરંતુ ભારતમાં એલોન મસ્કનો રસ્તો આસાન નહીં હોય, કારણ કે એરટેલે સ્ટારલિંક સાથે સ્પર્ધામાં મોટો દાવ લગાવ્યો છે.

સેટેલાઇટ ઓપરેટર યુટેલસેટ કોમ્યુનિકેશન્સ SA એ વન વેબ સાથે તેની ભાગીદારી પૂર્ણ કરી છે, જે વૈશ્વિક લો અર્થ ઓર્બિટ સેટેલાઇટ કોમ્યુનિકેશન નેટવર્ક છે. હવે તમે પૂછશો કે આમાં ભારતી એન્ટરપ્રાઈઝની ભૂમિકા શું છે, તો તમને જણાવી દઈએ કે ભારતી એન્ટરપ્રાઈઝ આ કંપનીમાં 21.1 ટકા હિસ્સો ધરાવે છે. જેમાં સુનિલ ભારતી મિત્તલ ઉપપ્રમુખ તરીકે કામ કરશે. વન વેબ વ્યાપારી રીતે યુટેલસેટ  વન વેબ તરીકે કામ કરશે, જે લંડન સ્થિત પેટાકંપની છે. યુટેલસેટ સેટેલાઈટ ઈન્ટરનેટ સેવામાં ક્રાંતિ લાવી શકે છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એલોન મસ્ક ની સેટેલાઈટ કનેક્ટિવિટી 1Gbpsની સ્પીડથી ઈન્ટરનેટ સેવા પૂરી પાડશે , પરંતુ Jio અને ભારતી એન્ટરપ્રાઇઝ આ રેસમાં પ્રવેશી ચૂક્યા છે. ભારતી એન્ટરપ્રાઇઝની જેમ રિલાયન્સ જિયો પણ મોટા પાયે સેટેલાઇટ સેવા શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, Jio અને ભારતી એન્ટરપ્રાઇઝ, સ્ટારલિંક પછી ત્રીજી સેટેલાઇટ સેવા હશે.

સેટેલાઇટ કનેક્ટિવિટી દૂરના વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રદાન કરવામાં મદદ કરશે. આ માટે કોઈ વાયર કે મોબાઈલ ટાવરની જરૂર રહેશે નહીં.


આ પણ વાંચો :Connect 2023/મેટાએ લોન્ચ કર્યા નવા મિક્સ રિયાલિટી હેડસેટ quest 3,Meta AI અને સ્માર્ટ ગ્લાસિસ

આ પણ વાંચો :ticket booking/તહેવારોની સિઝનમાં નથી મળતી કન્ફર્મ ટ્રેન ટિકિટ ? ચિંતા ન કરો, ટ્રેનના ખર્ચમાં બુક કરો સસ્તી ફ્લાઇટ

આ પણ વાંચો :OMG!/દુનિયાની અડધાથી વધુ વસ્તી સોશિયલ મીડિયામાં વ્યસ્ત, જાણો ભારતના લોકો કેટલો સમય બગાડે છે?