રશિયાનાં સુદૂર પૂર્વમાં કામચટકા ટાપુ પર જ્વાળામુખી નજીકનાં તળાવમાં ગુરુવારે પ્રવાસીઓને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયુ છે. બચાવ ટીમ હેલિકોપ્ટરમાં સવાર આઠ લોકોની તળાવમાં શોધ કરી રહી છે. ઓછામાં ઓછા આઠ લોકો આ અકસ્માતમાં બચી ગયા હોવાના અહેવાલ છે. હેલિકોપ્ટર ક્રોનોટસ્કી નેચર રિઝર્વમાં નીચે ચાલ્યુ ગયુ હતુ. પ્રાદેશિક વહીવટીતંત્રએ કહ્યું કે, કાર્યકરો કુરીલ તળાવમાં બચી ગયેલા લોકોની શોધ કરી રહ્યા છે.
આ પણ વાંચો – OMG! / ગુજરાતના આ મંદિર જ્યાં પ્રાચીન કાળી માટીના માટલાંમાં 600 વર્ષથી એવુંને એવું ઘી સચવાયેલું છે, દુર્ગંધ કે જીવાત પણ પડતી નથી
આ તળાવ જ્વાળામુખી વિસ્ફોટ પછી બન્યુ છે. સરકારી સંચાલિત સમાચાર એજન્સી ‘RIA Novosti’ અનુસાર, રશિયાનાં ઈમરજન્સી બાબતોનાં મંત્રાલયે જણાવ્યું હતું કે, Mi-8 હેલિકોપ્ટરમાં 13 મુસાફરો અને ત્રણ ક્રૂ મેમ્બર્સ હતા. તેમાંથી આઠ લોકો બચી ગયા છે, જેમાંથી બે લોકો ગંભીર રીતે ઘાયલ છે. આ સાથે જ ન્યૂઝ એજન્સી ‘ધ ઈન્ટરફેક્સ’એ અધિકારીઓને ટાંકીને કહ્યું કે, દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં 14 મુસાફરો અને ત્રણ ક્રૂ મેમ્બર્સ સવાર હતા. બે પાયલોટ સહિત નવ લોકો બચી ગયા છે અને અન્ય લોકો લાપતા છે, જેમના મૃત્યુની આશંકા છે. પ્રાદેશિક ફરિયાદીઓ ફ્લાઇટ સલામતી નિયમોનાં સંભવિત ઉલ્લંઘનની તપાસ કરી રહ્યા છે.
"Helicopter with 16 people on board crashes in Russian far east," tweets AFP News Agency quoting authorities
— ANI (@ANI) August 11, 2021
આ પણ વાંચો – Burj Khalifa Emirates Ad / વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલીફાની ટોચ પર ઉભા રહીને જાહેરાત શૂટ કરવામાં આવી, આવો જોઈએ રોમાંચક વિડીયો
હેલિકોપ્ટરમાં સવાર મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની અલગ-અલગ સંખ્યા તુરંત જાણકારી મળી શકી નથી. અહેવાલોમાં પ્રવાસીઓની રાષ્ટ્રીયતાની જાણકારી આપવામાં આવી નથી. સોવિયત કાળ દરમ્યાન 37 વર્ષ પહેલા બનાવેલા આ હેલિકોપ્ટરનું સંચાલન સ્થાનિક ખાનગી વાહક વાઇટાઝ-એયરો (Vityaz-Aero) દ્વારા કરવામાં આવી રહ્યું હતું. તેના ડિરેક્ટરે જણાવ્યું હતું કે, તે તાજેતરમાં જાળવણી કરવામાં આવી રહી હતી અને તે સારી સ્થિતિમાં હતું. Mi-8 એક ટ્વીન એન્જીન હેલિકોપ્ટર છે જે 1960 નાં દાયકામાં બનાવવામાં આવ્યું હતું. તેનો વ્યાપકપણે રશિયા, ભૂતપૂર્વ સોવિયત દેશો અને અન્ય ઘણા દેશોમાં ઉપયોગ થાય છે.
