Covid-19/ દુનિયાને કોરોના મહામારીનું સંકટ આપનાર ચીનનાં આ શહેરમાં એકવાર ફરી કરાયુ લોકડાઉન

ગયા વર્ષે જાન્યુઆરીમાં ચીનમાં જે કોરોનાનો કહેર હતો તે હવે પાછો ફરવાનો ખતરો દેખાઇ રહ્યો છે. ચીનમાં, 100 કરોડથી વધુ નાગરિકોને કોરોના રસીનાં બન્ને ડોઝ મળવા છતાં સંક્રમણ ફેલાઈ રહ્યો છે.

Top Stories World
ચીનમાં ફરી કોરોનાનો કહેર

દુનિયાને કોરોના વાયરસનું સંક્રમણ આપનાર દેશ ચીનમાં ફરી એકવાર કોરોનાનો કહેર સામે આવી રહ્યો છે. ચીનનાં 40 લાખની વસ્તી ધરાવતા શહેર લાન્ઝોઉમાં કોરોનાનાં વધતા જતા સંક્રમણને જોતા ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો – રાજસ્થાન / પાકિસ્તાનની જીત પર ખુશી મનાવવાની મહિલા ટીચરને મળી આ સજા

આપને જણાવી દઇએ કે, ગયા વર્ષે જાન્યુઆરીમાં ચીનમાં જે કોરોનાનો કહેર હતો તે હવે પાછો ફરવાનો ખતરો દેખાઇ રહ્યો છે. ચીનમાં, 100 કરોડથી વધુ નાગરિકોને કોરોના રસીનાં બન્ને ડોઝ મળવા છતાં સંક્રમણ ફેલાઈ રહ્યો છે. આ જ કારણ છે કે ચીને 40 લાખની વસ્તીવાળા શહેર લાન્ઝોઉમાં લોકડાઉન લગાવ્યું છે. લાન્ઝોઉ શહેરનાં વહીવટીતંત્રએ મંગળવારે જણાવ્યું હતું કે, તમામ રહેણાંક વિસ્તારો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. કોઈને ઘરની બહાર જવા દેવામાં આવશે નહીં. ચીનની રાજધાની બીજિંગમાં પણ કોરોનાનાં કેસોએ ગભરાટ ફેલાવ્યો છે. લોકો ટેસ્ટ કરાવવા માટે કોવિડ ટેસ્ટ સેન્ટર પર લાંબી કતારોમાં રાહ જોતા જોઈ શકાય છે. વહીવટીતંત્રનું કહેવું છે કે આ પગલું કોરોનાવાયરસનાં કેસમાં વધારાને રોકવા માટે લેવામાં આવી રહ્યું છે. નાગરિકોને ઈમરજન્સીની જરૂરિયાત સિવાય ઘરની બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું છે. લાન્ઝોઉ વહીવટીતંત્રએ તમામ સ્થાનિક સંસ્થાઓ, રહેણાંક વસાહતો અને અન્ય સંસ્થાઓને કોવિડ પ્રોટોકોલનું કડકપણે પાલન કરવા જણાવ્યું છે.

આ પણ વાંચો – એલિયન્સના ખોલશે રહસ્ય / એલિયન્સના રહસ્ય ખોલી શકે છે દુનિયાનું સૌથી મોટુ ટેલિસ્કોપ,ચીનની ટેકનોલોજી પર નિષ્ણાંતોને ભરોસો

ચીનમાં, 29 કોરોના દર્દીઓ (કોવિડ સંક્રમિત) મળી આવ્યા છે, જેમાંથી મોટાભાગનાં આ શહેરમાં નોંધાયા છે. ચીનની સરકારનું કહેવું છે કે ઘણા શહેરોમાં કોરોનાનાં ડેલ્ટા વેરિએન્ટનાં કેસ સામે આવી રહ્યા છે. તેઓ આ માટે બહારથી ચીન આવતા લોકોને દોષી ઠેરવી રહ્યા છે. ચીનનાં નેશનલ હેલ્થ કમિશને બે દિવસ પહેલા જાહેરાત કરી હતી કે દેશમાં 224 કરોડથી વધુ કોરોના રસી આપવામાં આવી છે અને તે રસીકરણ અભિયાન પૂર્ણ કરવાના માર્ગ પર છે. જો કે, કોરોનાનાં વધતા કેસોએ તેમની ચિંતા વધારી દીધી છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં ચીનમાં જ કોરોનાનાં પ્રથમ કેસ સામે આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે વાયરસ ચીનનાં શહેર વુહાનનાં માંસ બજારથી ફેલાયો હતો અને જોત જોતામાં સમગ્ર દુનિયા તેનાથી પ્રભાવિત થઈ ગઈ હતી.