અકસ્માત/ લદ્દાખમાં મોટી દુર્ઘટના, સેનાની બસ નદીમાં ખાબકી, સાત જવાનોના મોત

26 સૈનિકોની એક ટીમ પરતાપુરના ટ્રાન્ઝિટ કેમ્પથી સબ-સેક્ટર હનીફમાં એક નિયુક્ત સ્થળ પર જઈ રહી હતી. શુક્રવારે સવારે 9 વાગ્યાની આસપાસ, થોઈસથી લગભગ 25 કિમી દૂર, વાહન રસ્તા પરથી લપસીને શ્યોક નદીમાં પડી ગયું.

Top Stories India
દુર્ઘટના

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં એક મોટી દુર્ઘટના થઈ. શુક્રવારે લદ્દાખની શ્યોક નદીમાં સેનાનું વાહન પડતાં સાત જવાનોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 26 સૈનિકોની એક ટીમ પરતાપુરના ટ્રાન્ઝિટ કેમ્પથી સબ-સેક્ટર હનીફમાં એક નિયુક્ત સ્થળ પર જઈ રહી હતી. શુક્રવારે સવારે 9 વાગ્યાની આસપાસ, થોઈસથી લગભગ 25 કિમી દૂર, વાહન રસ્તા પરથી લપસીને શ્યોક નદીમાં પડી ગયું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બસ પચાસથી સાઠ ફૂટ નીચે પડી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા.

સાત જવાનો શહીદ, જવાનોને પરતાપુર ફિલ્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા

તમામ 26 લોકોને પરતાપુરની 403 ફિલ્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને લેહથી સર્જિકલ ટીમોને પરતાપુર મોકલવામાં આવી છે. આ અકસ્માતમાં ઘાયલ સાત જવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સાત જવાનો હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે જ્યારે અન્યને ગંભીર ઈજાઓ થઈ છે. સૈનિકોને વધુ સારી તબીબી સુવિધા આપવા માટે, તેમને એરફોર્સની મદદથી પશ્ચિમી કમાન્ડમાં સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યા છે.

આ અકસ્માત ત્યારે સર્જાયો હતો જ્યારે 26 જવાન પરતાપુરમાં ટ્રાંજિટ કેમ્પમાંથી સબ સેક્ટર હનીફ તરફ આગળ વધી રહ્યા હતા. સમાચાર છે કે સવારે 9 વાગે થોઇસથી લગભગ 25 કિમી દૂર ગાડી અચાનક લપસી ગઇ અને લગભગ 50-60 ફૂટ ઉંડી શ્યોક નદીમાં ખાબકી ગઇ. આ અકસ્માતમાં તમામ સવાર લોકો ઇજાગ્રસ્ત થયા છે.

આ પણ વાંચો:જ્ઞાનવાપી કેસ: વીજળી વિના ફુવારા કેવી રીતે ચાલે છે અને તેનો ઇતિહાસ શું છે?

આ પણ વાંચો:ઈમરાન ખાન પર સંકટના વાદળો મંડરાયા, હવે જો પદયાત્રા કાઢી તો જેલ થઈ શકે છે; ‘હુલ્લડ’નો કેસ નોંધાયો

આ પણ વાંચો:આર્યન ખાન કેસની તપાસ કરનાર NCB અધિકારી સમીર વાનખેડે પર કાર્યવાહીની તૈયારી: સૂત્રો

logo mobile