Not Set/ પહેલવાન સુશીલ કુમારને મોટો ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

ઓલિમ્પિક પદક વિજેતા પહેલવાન સુશીલ કુમારની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઇ રહી. છત્રસાલ હત્યા કેસમાં ફરાર સુશીલ કુમાર સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરાયું છે.

Sports
તાઉતે વાવાઝોડું 26 પહેલવાન સુશીલ કુમારને મોટો ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

ઓલિમ્પિક પદક વિજેતા પહેલવાન સુશીલ કુમારની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઇ રહી. છત્રસાલ હત્યા કેસમાં ફરાર સુશીલ કુમાર સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરાયું છે. જે બાદ સુશીલ કુમારે મંગળવારે આગોતરા જામીન માટે દિલ્હીની રોહિણી કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ કોર્ટે સુશીલ કુમારની અરજી ફગાવી દીધી છે.

ક્રિકેટ / હસી કોરોનાને હરાવી સ્વદેશ પરત ફર્યો, રિપોર્ટ આવ્યો નેગેટિવ

સુશીલ કુમારે પોતાની અરજીમાં કહ્યું હતું કે, તેમની સામેના આક્ષેપો ખોટા છે અને આ કેસમાં જે તપાસ થઈ રહી છે તે ભેદભાવપૂર્ણ છે. એટલું જ નહીં, આ સમગ્ર મામલામાં તેની વિરુદ્ધ કાવતરું રચવામાં આવી રહ્યું છે. પરંતુ કોર્ટે સુશીલ કુમારની અરજી નામંજૂર કરી દીધી છે, એટલે કે, સુશીલ કુમાર વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ 23 વર્ષ જુના સાગર રાણા હત્યા કેસમાં અકબંધ છે. આપને જણાવી દઇએ કે દિલ્હી પોલીસે સુશીલ કુમાર વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી દીધી છે, તેમજ તેની સામે એક લાખ રૂપિયાનું ઇનામ પણ છે. જે પણ ફરાર સુશીલ કુમાર વિશે માહિતી આપશે, દિલ્હી પોલીસ તેને એક લાખ રૂપિયાનું ઇનામ આપશે.

ક્રિકેટ / જો IPL વિશ્વમાં નંબર-1 છે તો PSL છે નંબર-2ઃ વહાબ રિયાઝ

દિલ્હી પોલીસ 23 વર્ષીય કુસ્તીબાજ સુશીલ રાણાની હત્યાનાં કેસમાં 9 લોકોની શોધ કરી રહી છે. દિલ્હી પોલીસે સુશીલ કુમાર પર એક લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું છે, જ્યારે આરોપી અજય કુમાર પર 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરાયું છે. સુશીલ કુમારની આગોતરા જામીન અરજી એડિશનલ સેશન્સ જજ જગદીશ કુમાર સમક્ષ બાકી હતી. સુનાવણી દરમિયાન અતુલ શ્રીવાસ્તવ દિલ્હી પોલીસ વતી કોર્ટમાં હાજર થયા અને કોર્ટને કહ્યું કે સુશીલ કુમારનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો નથી. સુશીલ કુમાર માટે કોર્ટમાં હાજર થયેલા સિદ્ધાર્થ લુથરાએ કોર્ટમાં કહ્યું કે પૂર્વ કેસની વિચારસરણી સાથે સમગ્ર મામલાની ભેદભાવપૂર્ણ રીતે તપાસ કરવામાં આવી રહી છે.

sago str 16 પહેલવાન સુશીલ કુમારને મોટો ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી