Not Set/ અજબ ગજબ/ દિલ્હી ઝૂમાં એક વ્યક્તિ સિંહના પાંજરામાં કૂદયો.. જાણો શું થયું પછી…?

ગુરુવારે દિલ્હી પ્રાણી સંગ્રહાલયમાં એક વ્યક્તિ સિંહના પાંજરામાં અંદર કૂદી ગયો હતો. પરંતુ પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓએ સૂઝ અને ઝડપને કારણે તે આબાદ બચી ગયો છે. બિહારના ચંપારણ જિલ્લાના વતની, રેહાન ખાન માનસિક રીતે અસ્થિર હોવાનું લાગતું હતું. દિલ્હી ઝૂ સ્ટાફે તેને પકડ્યો અને પોલીસને હવાલે કર્યો છે. આ બનાવ બપોરે 12.30 વાગ્યે બન્યો હતો. પ્રાણી […]

Uncategorized
રેહાન ખાન અજબ ગજબ/ દિલ્હી ઝૂમાં એક વ્યક્તિ સિંહના પાંજરામાં કૂદયો.. જાણો શું થયું પછી...?

ગુરુવારે દિલ્હી પ્રાણી સંગ્રહાલયમાં એક વ્યક્તિ સિંહના પાંજરામાં અંદર કૂદી ગયો હતો. પરંતુ પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓએ સૂઝ અને ઝડપને કારણે તે આબાદ બચી ગયો છે. બિહારના ચંપારણ જિલ્લાના વતની, રેહાન ખાન માનસિક રીતે અસ્થિર હોવાનું લાગતું હતું. દિલ્હી ઝૂ સ્ટાફે તેને પકડ્યો અને પોલીસને હવાલે કર્યો છે.

આ બનાવ બપોરે 12.30 વાગ્યે બન્યો હતો. પ્રાણી સંગ્રહાલયનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. બિહારના ચંપારણ જિલ્લાના વતની, રેહાન ખાન માનસિક રીતે અસ્થિર હોવાનું લાગતું હતું. દિલ્હી ઝૂ સ્ટાફે તેને પકડ્યો અને પોલીસને હવાલે કર્યો છે.

પોલીસને જણાવ્યા મુજબ ખાનને કોઈ ઈજા પહોંચી ન હતી અને તે માનસિક રીતે અસ્થિર હોય તેવું  લાગી રહ્યું છે. તે હાલમાં ઈશાન દિલ્હીના સીલમપુરમાં રહે છે અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. પ્રાણી સંગ્રહાલયના એક અધિકારીએ જણાવ્યું કે તે વ્યક્તિ પ્રાણીની નજીક ગયો, બેઠો અને તેને ચીડવવા લાગ્યો. સિંહે  હુમલો  કર્યો ના હતો.

આ ઘટનાને નજરે જોનારા તેમને પાછા આવવાનું કહેતા બૂમબરાડ કરતા રહ્યા, પરંતુ તેણે કોઈ વાત પર  ધ્યાન આપ્યું નહીં, એમ અધિકારીએ જણાવ્યું હતું. બીજા અધિકારીએ જણાવ્યું કે, જ્યારે પ્રાણી સંગ્રહાલયનો કર્મચારી આ માણસને બચાવવા માટે આવ્યો, તો તે સિંહ તરફ દોડવા લાગ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.