Not Set/ અમદાવાદના સિંધુ ભવન રોડ પર ડ્રગ્સ સપ્લાય કરતા પેડલર ઝડપાયા,નબીરાઓને ટાર્ગેટ બનાવતા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પોશ વિસ્તાર સિંધુભવન રોડ પર આવેલા કાફે વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતા 3 પેડલરોની ડ્રગ્સ સહિત રૂપિયા 9 લાખ 87 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે

Top Stories Gujarat
5 અમદાવાદના સિંધુ ભવન રોડ પર ડ્રગ્સ સપ્લાય કરતા પેડલર ઝડપાયા,નબીરાઓને ટાર્ગેટ બનાવતા

અમદાવાદ     શહેરના સૌથી પોશ એવા સિંધુ ભવન રોડ વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ થતું હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પોશ વિસ્તાર સિંધુભવન રોડ પર આવેલા કાફે વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતા 3 પેડલરોની ડ્રગ્સ સહિત રૂપિયા 9 લાખ 87 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. મળતી વિગતો મુજબ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 3 ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ શહેરના SG હાઈવે વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતા હતા. આરોપીઓ પાસેથી ડ્રગ્સ સહિત રૂપિયા 9 લાખ 87 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

વધુ મળતી માહિતી મુજબ, આ ડ્રગ્સ પેડલરનો ટાર્ગેટ અમદાવાદના પોશ વિસ્તારોના યુવક-યુવતીઓ હોવાનું જાણવા મળ્યું છે. આ ત્રણેય ડ્રગ્સ પેડલરો શહેરના પોશ વિસ્તાર સિંધુ ભવન રોડ પર આવેલા કેટલાંક કાફે પર કાર-બાઈક લઈને જતાં અને ડ્રગ્સનું સાંજના સમયથી મોડી રાત સુધી એક ગ્રામની પડીકી બનાવીને વેચાણ કરતા હતા. આરોપી પાસેથી એક વજન કાંટો પણ મળી આવ્યો છે. આરોપીઓ પોલીસની પકડમાં ના આવે તે માટે કારની સીટ નીચે ડ્રગ્સ સંતાડી રાખતા હતા. આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોહમ્મદ સોહેલ પઠાણ, મોહમ્મદ રહિલ કુરેશી અને શક્તિસિંહ ચૌહાણ નામના 3 ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરી છે.