Ahmedabad News: અમદાવાદ શહેરમાં હાથીજણ વિસ્તારમાં હોટલની બેદરકારી સામે આવી છે. બાગબાન હોટલમાં ફેમિલીને જમવામાં સબ્જીમાંથી કાચનો ટુકડો નીકળ્યો હતો. ત્યારે રેસ્ટોરન્ટ અને હોટલમાં પીરસાતા ભોજનની ગુણવત્તા સામે સવાલ ઉભો થયો છે. આરોગ્ય ખાતાને આ અંગે ફરિયાદ કરવામાં આવી છે તેમ જાણવા મળેલ છે.
હોટલ અને રેસ્ટોરન્ટમાં પીરસાતા તેમજ વેચાણ કરતા ખાદ્ય પદાર્થો પ્રત્યે ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે. અગાઉ ઘણા બધા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે જેમાં ખાવાની વાનગીઓમાં ભેળસેળ થતી જોવા મળી છે. સતત લોકોના આરોગ્ય સાથે થતી લાપરવાહી ક્યાં સુધી ચલાવી લેવામાં આવશે? એમ પણ કહી શકાય તકે લોકોએ હવે જો પોતાના શરીરનું ધ્યાન રાખવું હોય તો બહાર જમવાનું કે ફૂડ પેકેટ ખરીદવાનું ટાળવું. આરોગ્ય વિભાગ હવે આ મામલે કેટલી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો: અમદાવાદમાં ભગવાન જગન્નાથની આજે જળયાત્રા, ભક્તોમાં થનગનાટ
આ પણ વાંચો: સાણંદમાં ફૂડ પોઈઝનિંગ થતાં 50થી વધુ દર્દીઓ સારવાર હેઠળ
આ પણ વાંચો: અમદાવાદમાં હત્યાનો કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર ફરાર
