Ahmedabad/ સરખેજથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, હરિયાણાનાં યુવકની કરાઇ ધરપકડ

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળો પર રહી ગઈ હોય તેવી સ્થિતી સર્જાઈ છે. દરરોજ રાજ્યનાં અલગ અલગ જિલ્લાઓમાંથી જથ્થાબંધ દારૂ મળતો હોય છે.

Ahmedabad Gujarat
Mantavya 113 સરખેજથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, હરિયાણાનાં યુવકની કરાઇ ધરપકડ

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળો પર રહી ગઈ હોય તેવી સ્થિતી સર્જાઈ છે. દરરોજ રાજ્યનાં અલગ અલગ જિલ્લાઓમાંથી જથ્થાબંધ દારૂ મળતો હોય છે. ત્યારે ગુજરાતની સરહદથી 200 કીલોમીટર અંદર સુધી દારૂ કઈ રીતે ધુસી જાય છે તે મોટો સવાલ છે. તેવામાં અમદાવાદમાં ફરિએક વાર દારૂનો જથ્થો પોલીસનાં હાથે લાગ્યો છે.

Political / ભાજપના કારણે લોકશાહી ઉપરથી લોકોનો વિશ્વાસ ઘટયો , મતદાનની ટકાવારી ઘટી છે : ભરતસિંહ સોલંકી

અમદાવાદની સરખેજ પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની 192 બોટલો સાથે એક યુવકની ધરપકડ કરી છે. સરખેજ પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, સરખેજ-સાણંદ સર્કલ નજીક સહયોગ હોટલ પાસેનાં એસ.કે એસ્ટેટ ખાતે આવેલા મોહાલ ગોલ્ડન ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનની બહાર પડેલા પતરાના ત્રણ બંધ પીપમાં રાજેન્દ્રકુમાર ગૌર નામના યુવકે વિદેશી દારૂની બોટલો મોકલાવી છે અને તે આ માલ લેવા માટે આવનારો છે. જેથી પોલીસે વોચ ગોઠવીને આરોપી રાજેન્દ્રકુમાર ગૌરની ધરપકડ કરી છે.

Gujarat: સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી કરી દીધી ગર્ભવતી, આ જાણી વાલીઓનાં પગ તળેથી ખસી ગઇ જમીન

સરખેજ પોલીસે ત્રણેય પતરાના પીપમાંથી વિદેશી દારૂની 192 બોટલો જપ્ત કરી કુલ 75 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ આરોપી રાજેન્દ્રકુમાર ગૌર હરિયાણાનો રહેવાસી હોવાનું પુછપરછમાં સામે આવ્યુ હતુ. ત્યારે આ દારૂ તે કઈ રીતે અમદાવાદમાં લાવ્યો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ