ગુજરાત/ વડોદરામાં નામાંકિત ઈ બાઈક બનાવતી કંપની કરાઈ સીલ

સુરત બાદ હવે વડોદરામાં સીલની કામગીરી શરૂ થઈ છે. શહેરમાં બાઈક બનાવતી ઈ કંપનીને સીલ કરવામાં આવી છે.

Top Stories Gujarat Vadodara
Beginners guide to 2024 06 12T152624.205 વડોદરામાં નામાંકિત ઈ બાઈક બનાવતી કંપની કરાઈ સીલ

વડોદરા : સુરત બાદ હવે વડોદરામાં સીલની કામગીરી શરૂ થઈ છે. શહેરમાં બાઈક બનાવતી ઈ કંપનીને સીલ કરવામાં આવી છે. પાલિકાએ શહેરનાં આજવા રોડ પર આવેલ બાઈક બનાવતી કંપનીને ફાયર NOC અને BU પરમીશન ન હોવાના કારણે સીલ કરી. જો કે એવી આશંકા છે કે સીલ કર્યું હોવા છતાં કંપનીમાં કામ ચાલુ છે. કંપનીના કર્મચારીઓ કામ કરવા માટે બીજા ગેટથી પ્રવેશ કરી રહ્યા છે.

શહેરમાં પ્રશાસન દ્વારા રાજકોટ અગ્નિકાંડ બાદ ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વહીવટીતંત્રે શહેરના વ્યવસાયિક, શૈક્ષણિક અને મનોરંજનના સહિતના તમામ એકમો પર સઘન ચકાસણી પ્રક્રિયા હાથ ધરી છે. દરમ્યાન અનેક એકમો પર પ્રશાસનનો દોરડો વિંઝાયો છે અને જરૂરી સુવિધાના અભાવે એકમોને સીલ કરવામાં આવી રહ્યા છે. અગાઉ મે મહિના દરમ્યાન શહેરમાં જોય ઈબાઈક બનાવતી કંપની જોય ઈબાઈકમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. ફાયર વિભાગને મોડી રાત્રે આગ લાગવાનો કોલ મળ્યો હતો. જેના બાદ તાત્કાલિક કાર્યવાહી કરતા ફાયરવિભાગે 5 કલાકની મહામહેનત આ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાની ઘટના પ્રાથમિક તપાસમાં કંપની ઇલેકટ્રીક વાહનો અને ડ્રાય બેટરીમાં ઓવર હિટિંગના કારણે બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આવતીકાલથી શાળાઓનો પ્રારંભ, રાજ્યભરમાં RTO વિભાગની ડ્રાઇવ

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પરથી ફિલિપાઇન્સની મહિલા પાસેથી 14 કરોડનું હેરોઇન પકડાયું

આ પણ વાંચો:ગોધરા ખાતે જિલ્લાના 102 ક્લસ્ટરના ફાર્મર માસ્ટર ટ્રેનરની તાલીમ યોજાઈ