Crime/ કર્ણાટકમાં શરમજનક ઘટના, મહિલાને ઘરમાંથી બહાર કાઢી ગામમાં કરાવી નગ્ન પરેડ

કર્ણાટકમાં 12 ડિસેમ્બરની રાત્રે શરમજનક ઘટના બની હતી. જેમાં કેટલાક શખ્સો બેલગામી પાસેના વંટામુરી ગામમાં એક મહિલાના ઘરમાં ઘુસ્યા હતા.

Top Stories India
મહિલા

@નિકુંજ પટેલ

કર્ણાટકમાં 12 ડિસેમ્બરની રાત્રે શરમજનક ઘટના બની હતી. જેમાં કેટલાક શખ્સો બેલગામી પાસેના વંટામુરી ગામમાં એક મહિલાના ઘરમાં ઘુસ્યા હતા. ધારદાર શસ્ત્રો, ડંડા, લોખંડના સલિયા અને પિસ્ટલ સાથે આવેલા આ શખ્સોએ ઘરમાં તોડફોડ કરીને 42 વર્ષની મહિલાને મારઝુડ કરી હતી. બાદમાં તેમણે મહિલાની 80 વર્ષની સાસુને પણ મારઝુડ કરી હતી. મહિલાને તેઓ ઘસડીને બહાર લઈ ગયા હતા અને ગામમાં નગ્ન પરેડ કરાવી હતી. આ દ્રશ્ય જોવા આખુ ગામ એકઠુ થયું હતું પણ કોઈ બચાવવા આગળ આવ્યું ન હતું.

આ મહિલાના 22 વર્ષનો પુત્ર ગામની એક યુવતી સાથે ક્યાંક જતો રહ્યો હતો. જેને કારણે ગુસ્સે ભરાયેલા યુવતીના પરિવારજનોએ 12 ડિસેમ્બર 2023ની રાત્રે મહિલાના ઘર પર હુમલો કરી દીધો હતો. તે સમયે ગામના 400 લોકો ઘટનાસ્થળે મોજુદ હતા પણ કોઈએ મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. કેટલાક લોકોએ તો વિડીયો પણ બનાવ્યા હતા.

19 ડિસેમ્બરે આ કેસની તપાસ માટે નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનની એક ટીમ ગામમાં આવી હતી. જોકે ગામના લોકો સાક્ષી આપવા તૈયાર નથી. આ ટીમના એક અધિકારીનું કહેવું છે કે મોટાભાગના લોકો કહેતા હતા કે તેઓ ઘટના સમયે ગામમાં ન હતા. જે હતા તે પણ રાત્રે ઉંઘી ગયા હોવાનું કહીને વાતનો પીછો છોડવતા હતા.

બેલગામીથી 22 કિલોમીટર દૂર વંટામુરી ગામમાં આ બનાવ બન્યો હતો. જમાં કેટલાક શક્સો હથિયારો સાથે મંહિલાના ઘરમાં તોડફોડ કરીને તેની સાડી કાઢી નાંખી હતી. તેને બચાવવા આવેલી તેની 80 વર્ષની સાસુને પણ તેમણે મારઝુડ કરી હતી. બાદમાં તેઓ મહિલાના વાળ પકડીને ઘરમી બહાર લઈ ગયા હતા. બુમાબુમ થતા ગામના 400 લોકો એકઠા થઈ ગયા હતા.

આ શખ્સો મહિલાને ખેંચીને 100 મીટર દૂર લઈ ગયા હતા અને એક વિજળીના થાંભલા સાથે મહિલાને બાંધી દીધી હતી. ત્યાં પણ તેણે મહિલાને મારઝુડ કરીને તેના વાળ ખેંચ્યા હતા. મારઝુડથી મહિલા બેહોશ થઈ ગઈ હતી. તે સમયે ગામના કેટલાક લોકો વિડીયો બનાવી રહ્યા હતા.

દરમિયાન કોઈએ પોલીસને ફોન કરતા પોલીસ આવી પહોંચી હતી. બાદમાં મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પોલીસે ગામના મોટાભાગના લોકોના મોબાઈલમાંથી વિડીયો ડિલીટ કરાવ્યો હતો. ફક્ત પુરાવા માટે કેટલાક વિડીયો પોતાની પાસે રાખ્યા હતા.

મહિલા અને તેના પતિએ બે બે લગ્ન કર્યા હતા. મહિલાના પહેલા લગ્નથી તેને 22 વર્ષનો એક પુત્ર અને એક પુત્રી છે. કહેવાય છે કે મહિલાના દિકરા સાથે આરોપીઓની દિકરી સાથે અફેર હતું. .યુવતીના ઘરે ખબર પડતા તેમણે યુવતીને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. એટલું જ નહી યુવતીના લગ્ન પણ નક્કી કરી દીધા હતા. યુવતીના પરિવાર પર જમીનના એક ઝઘડામાં એક યુવકની હત્યાનો પણ આરોપ છે.

બીજીતરફ યુવકનો પરિવાર ગરીબ છે. મહિલાનો પતિ મુંબઈ કર્ણાટક વચ્ચે ટ્રક ચલાવે છે. યુવતીના પરિવારજનો ઈચ્છતા ન હતા તે તેમની દિકરીના લગ્ન આ યુવક સાથે થાય. 16 ડિસેમ્બરે યુવતીની સગાઈ થવાની હતી. બીજીતરફ 11 ડિસેમ્બરે મહિલાનો દિકરો અને યુવતી ગામમાંથી ક્યાંક ચાલ્યા યા હતા. આથી ગુસ્સે ભરાયેલા યુવતીના પરિવારજનો યુવકના ઘરે પહોંચ્યા હતા. બાદમાં આ ઘટના બની હતી.

દરમિયાન બનાવને પગલે ગામમાં સન્નાટો વ્યાપી ગયો હતો. આખા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મહિલાના ઘર બહાર પણ છ મહિલા પોલીસ રાખવામાં આવી હતી. મહિલાની સાસુનું કહેવું છે કે તે દિવસે તેની તબિયત ખરાબ હતી. રાત્રે 2 વાગ્યે કોઈ દરવાજો ખખડાવવા લાગ્યું. પોતે બિમાર હોવાથી તેમની વહુએ દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતા જ લોકો અંદર ઘુસી ગયા હતા અને તોડફોડ કરવા લાગ્યા હતા. એ લોકો મારી વહુએ જ તેના દિકરાને ભગાડ્યો છે એવું કહેતા હતા. તેની સાથે તેઓ ગંદી હરકત કરવા લાગ્યા હતા. મારાથી તે જોવાયું નહી અને ખાટલામાંથી ઉભી થઈ તેમને અટકાવવા લાગી હતી. પરંતું એક યુવકે મારા પેટમાં લાત મારતા હું નીચે પડી ગઈ હતી અને દંડાથી માર માર્યો હતો., એમ મહિલાની સાસુએ કહ્યું હતું.

તે સિવાય તેઓ મારી વહુને ઘરમાંથી ઢસડીને બહાર લઈ ગયા હતા. બુમાબુમ થતા લોકો એકઠા થઈ ગયા પણ કોઈ મારી વહુને બચાવવા આગળ ન આવ્યા.

મારા પૌત્રએ પ્રેમ કર્ છે તેમાં આટલી મોટી સજા અમને કેમ આપવામાં આવી રહી છે. અમને ખબર હોત તો પૌત્રને રોકી દેતા. તે પરિવાર સાથે કોઈ સંબંધ ન રાખતા,. મારો પૌત્ર કેવી હાલતમાં છે ખબર નથી જો તે આરોપીઓના હાથમાં આવી જશે તો તેને મારી નાંખશે, એમ વૃદ્ધાએ કહ્યું હતું.

મહિલાના પતિ સાથે ટ્રક ચલાવતા એક વ્યક્તિના જણાવ્યા મુજબ રાત્રે એક વાગ્યે તેને ફોન આવ્યો હતો કે કેટલાક શખ્સો તેના મિત્રના ઘરમાં ઘુસીને ધમાલ કરી રહ્યા છે. તે મિત્રના ઘરે તેની પત્નીને બચાવવા ગયો તો લોકોએ પણ પકડી લીધો અને યુવતીના ગાયબ થવામાં તેનો પણ હાથ હોવાનું કહેવા લાગ્યા. બાદમાં તેમણે તેને મારઝુડ કરતા તે ત્યાંથી ભાગી ગયો હતો. જોકે તેમણે તેને ફરીથી પકડી લીધો હતો અને તેના મિત્રના ઘરથી 100 મીટર દૂર ઢસડીને લઈ ગયા હતા. તેમણે દંડાથી મારઝુડ કરીને કેમેરા સામે કંઈ બોલશે તે ફરીથી મારશે, એમ કહ્યું હતું.

આ વ્યક્તિની પત્ની પણ બનાવની સાક્ષી હતી. તેનું કહેવું છે કે તેનો પતિ મહિલાના ઘરે પહોંચ્યો ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. તેમણે દરવાજો ખોલ્યો તો અંદર રહેલા શક્સોએ મારા પતિ પર હુમલો કરી દીધો હતો. તેણે મારા પતિને કેમ મારો છો ત્યારે તેમમે યુવતીના ભાઈએ કહ્યું કે તેની બહેનને ભગાડવામાં તેનો પણ હાથ છે. મારા પતિ ઝખમી થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરાયા છે. હુમલો કરવામાં 10 મહિલાઓ પણ હતી અને તેમના હાથમાં ચાકુ, લાકડી અને કુહાડીઓ હતી.

બનાવ વખતે ગામના ચેરમેન અને અધ્યક્ષ પણ ઉભા હતા. જો કોઈ મારઝુડ કરતા અટકાવે તો તેમને પિસ્ટલ બતાવીને ગોળી મારવાની ધમકી આરોપીઓ આપતા હતા.

મહિલાને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે પણ તે હજી ઘરે ગઈ નથી. તેને હોસ્પિટલી બહાર એક ગેસ્ટ હાઉસમાં હાઈ સિક્યુરિટી હેઠળ રાખવામાં આવી છે.

બીજીતરફ કર્ણાટક હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે કોર્ટની સંમત્તિ સિવાય તપાસ ટીમ પણ મહિલાને મળી નહી શકે. કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે આ બનાવની તપાસ સીઆઈડીને સોંપી છે.

સીઆઈડીના એક અધિકારીનું કહેવું છે કે પિડીત પક્ષના બે જણા જીવ બચાવવા ઘથી ગાયબ છે. હુમલો કરનારાઓમાં બે શખ્સ પુર્વ ગ્રામ પંચાયત અધ્યક્ષ છે. તેમની ઉપર હત્યા અને મારઝુડના કેસ પહેલેથી જ દાખલ છે. હાલમાં તેઓ જામીન પર છે. આ ઘટના બાદ તેમના જામીન રદ્દ કરાવવાની માંગણી કરવામાં આવશે.ટવધુમાં અધિકારીએ કહ્યું કં પિડીતાના શરીર પર ઈજાના નિશાન છે જેમાંથી બે ઈજા ગંભીર છે. આરોપીઓને મહિલાએ ઓળખી લીધા છે. મોટાભાગના હુમલાખોર યુવતીના સંબંધીઓ છે.

આ બનાવની તપાસ ડીઆઈજી સુધીરકુમાર રેડ્ડી અને એસપી રશ્મી પારેડ્ડી પાસે છે. એડિશનલ ડીજી સુનિલકુમાર મીણાએ પણ મહિલા અને તપાસ અધિકારીઓ સાથે વાત કરી હતી.

દરમિયાન હાઈકોર્ટે કહ્યું હતું કે મહિલાને બચાવવા કોઈ આવ્યું ન હતું. ત્યાં હાજર લોકો પાસેથી દંડ વસુલવો જોઈએ. આ ઘટના મહાભારતમાં દ્રૌપદીના અપમાનથી પણ બદતર છે. ભગવાન શ્રીકૃષ્ણ દ્રૌપદીને બચાવવા આવ્યાપરંતુ વંટામુરી ગાંમની મહિલાને બચાવવા કોઈ ન આવ્યું.

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસ પ્રસન્ના બી.વારલેએ કહ્યું કે મહિલા જે આઘાતમાંથી પસાર થઈ રહી છે તેને ધ્યાનમાં લઈને તેને મળવા પર રોક લગાવવી જોઈએ પિડીતાની હેલ્થ ખરાબ થઈ શકે છે. જેને પગલે તેને કોઈને પણ મળવા પર પ્રતિબંધ મુકાયો છે.

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શીવકુમારે આ ઘટના સંદર્ભે કહ્યું હતું કે એક આદિવાસી મહિલાને નિર્વસ્ત્ર ફેરવવાના બનાવમાં સંડોવાયેલા તમામ દોષીઓની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવ સંદર્ભે બીજેપીના નેશનલ પ્રેસીડેન્ટ જે.પી.નડ્ડાએ કહ્યું હતું કે કોંગ્રેસની સરકારનો ગેરજવાબદારીભર્યો વ્યવહાર દર્શાવે છે. કોંગ્રેસ કર્ણાટકમાં સત્તા પર આવી છે ત્યારથી મહિલાઓ સાથે થતા અત્યાચારોનું પ્રમાણ વધી ગયું છે. જેના જવાબમાં મુખ્યમંત્રી સિધ્ધારમૈયાએ કહ્યું કે ફક્ત બેલગાવી જ નહી અમારી સરકાર દરેક જગ્યાએ કડક છે. કોઈપણ ગુનો થાય અમે કડક કાર્યવાહી કરીશું.

તે સિવાય જે.પી.નડ્ડાએ દિલ્હીથી પાંચ મહિલા સાંસદોની એક ફેક્ટ ફાઈંડીંગ ટીમને વંટામુરી ગામમાં મોકલી હતી. તેમની તપાસમાં જણાયું હતું કે ઘટના રાત્રે દોઢ વાગ્યે બની હતી અને પોલીસ બે ત્રણ કલાક બાદ પહોંચી હતી. તેનાથી જણાય છે કે કર્ણાટકમાં કાનુ વ્યવસ્થા કઠળી ગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: