Fire/ મુંબઈથી 170 કિલોમીટર દૂર સમુદ્રમાં જહાજમાં લાગી આગ, ૩ નૌકાદળના જવાનો ગુમ,1 ઘાયલ

મુંબઈથી લગભગ 170 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં શનિવારે ONGCનાં ઓફશોર સપ્લાય વાહક જહાજ રોહિણીને આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ક્રૂ સભ્ય ઘાયલ થયો હતો. તે જ સમયે, ઓછામાં ઓછા ત્રણ નૌકાદળના

Top Stories
sheepfire મુંબઈથી 170 કિલોમીટર દૂર સમુદ્રમાં જહાજમાં લાગી આગ, ૩ નૌકાદળના જવાનો ગુમ,1 ઘાયલ

મુંબઈથી લગભગ 170 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં શનિવારે ONGCનાં ઓફશોર સપ્લાય વાહક જહાજ રોહિણીને આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ક્રૂ સભ્ય ઘાયલ થયો હતો, ઓછામાં ઓછા ત્રણ નૌકાદળના જવાનો ગુમ થયા હતા. માહિતી પર, આગને કાબૂમાં લેવા માટે ભારતીય કોસ્ટગાર્ડ (આઈસીજી) ના જહાજો અને વિમાન તહેનાત કરાયા છે. આઇસીજીએ અહેવાલ આપ્યો છે કે ક્રૂ મેમ્બરને ઇજાઓ પહોંચી હતી, જેને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

world radio day / ચાલો રેડિયોનાં ઇતિહાસની રોમાંચક સફર પર

ભારતીય કોસ્ટ ગાર્ડના પ્રવક્તાના જણાવ્યા અનુસાર શનિવારે સવારે ઓફશોર સપ્લાય વાહક જહાજ રોહિણીમાં બ્લાસ્ટ થયો હતો. જ્યારે તે ઓએનજીસીના બોમ્બે હાઇ એનક્યુ પ્લેટફોર્મની નજીક પહોંચ્યો હતો. આ માહિતી મળતાં, આઈસીજીએ ઓફશોર પેટ્રોલિંગ વહાણ સમર્થને રવાના કરી દીધું હતું, અને ઇમર્જન્સી હવાઈ આકારણી માટે આઇસીજી ડોર્નીઅર વિમાને ઉડાન ભરી હતી.

Election / પશ્ચિમ બંગાળમાં BJP નેતાની કાર પર બોમ્બ અને ગોળીઓથી કરાયો હુમલો

આઇસીજી જહાજ  શનિવારે બપોરના 1:30 વાગ્યાની આસપાસ આગથી ઘેરાયેલા વિસ્તારની નજીક પહોંચ્યું હતું, જ્યારે બીજુ જહાજએમવી આલ્બટ્રોસ -5 એ ગ્રેટશીપ રોહિણીને એનક્યુઓ ઓએનજીસી પ્લેટફોર્મ રિગથી સુરક્ષિત અંતરે ખેંચી લીઘું હતું.

Earthquake / કોરોના તો હતો જ હવે ભૂંકપની પણ એન્ટ્રી, જાપાનનાં ફુકુશિમામાં આવ્યો જબરદસ્ત આંચકો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…