Not Set/ દિલ્હી/ આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી મળી આવી એક શંકાસ્પદ બેગ

રાજધાની દિલ્હીનાં ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથકનાં ટર્મિનલ 3 પર એક શંકાસ્પદ બેગ મળી આવતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. શંકાસ્પદ બેગ મળી હોવાની બાતમી મળતાં પોલીસે બેગને તુરંત કબ્ઝે કરી લીધુ છે. દિલ્હી પોલીસ અધિકારીનાં જણાવ્યા અનુસાર એરપોર્ટ પોલીસ સ્ટેશનને શુક્રવારે સવારે 3 વાગ્યે એક શંકાસ્પદ બેગ મળી હોવાના સમાચાર મળ્યા છે. જે બાદ ઘટના સ્થળે […]

Top Stories India
Delhi Airport દિલ્હી/ આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી મળી આવી એક શંકાસ્પદ બેગ

રાજધાની દિલ્હીનાં ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથકનાં ટર્મિનલ 3 પર એક શંકાસ્પદ બેગ મળી આવતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. શંકાસ્પદ બેગ મળી હોવાની બાતમી મળતાં પોલીસે બેગને તુરંત કબ્ઝે કરી લીધુ છે. દિલ્હી પોલીસ અધિકારીનાં જણાવ્યા અનુસાર એરપોર્ટ પોલીસ સ્ટેશનને શુક્રવારે સવારે 3 વાગ્યે એક શંકાસ્પદ બેગ મળી હોવાના સમાચાર મળ્યા છે. જે બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસની ટીમે તેને તેના કબ્ઝામાં લીધી છે..

મુસાફરોએ એરપોર્ટ પર શંકાસ્પદ બેગથી મળી આવતા હંગામો મચાવ્યો હતો. જે બાદ ટર્મિનલ 3 સામેનો રસ્તો બંધ કરાયો હતો. વળી લોકોને એરપોર્ટ પર ટર્મિનલ-3 ની બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી નહોતી. જો કે, બેગમાં કઈ સામગ્રી છે તે બહાર આવ્યું નથી. પોલીસ હજુ પણ આ મામલાની તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.