અમદાવાદ/ આંબાવાડીમાં ભેખડ ધસી પડતા કિશોરનું મોત,ફાયર બ્રિગેડની છ ગાડીઓ….

અમદાવાદના આંબાવાડી સ્થિત પોલીટેકનીક નજીક શનિવારે રાત્રે કન્સ્ટ્રક્શન સાઈટની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડી હતી. જેમાં પાંચ શ્રમિકો માટી

Top Stories Ahmedabad Gujarat
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 01 21T115158.841 આંબાવાડીમાં ભેખડ ધસી પડતા કિશોરનું મોત,ફાયર બ્રિગેડની છ ગાડીઓ....

અમદાવાદના આંબાવાડી સ્થિત પોલીટેકનીક નજીક શનિવારે રાત્રે કન્સ્ટ્રક્શન સાઈટની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડી હતી. જેમાં પાંચ શ્રમિકો માટી નીચે દબાયા હતા. જેમાં એક 13 વર્ષના કિશોરનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચાર જણા ઘાયલ થતા સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાસ્થળે ફાયર કર્મચારીઓ છ વાહનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને શ્રમિકોને માટી નીચેથી બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

આ બનાવની વિગત મુજબ આંબાવાડીમાં પોલીટેકનીકની ગલીમાં જીએસટી ભવન સામે એક કન્સ્ટ્ક્શન સાઈટ પર કામ ચાલી રહ્યું હતું. શુક્રવારે રાત્રે અંદાજે 8.30 વાગ્યે કામગીરી દરમિયાન અચાનક ભેખડ ધસી પડી હતી. જેને પગલે અહીં કામ કરી રહેલા પાંચ શ્રમિકો ભેખડ નીચે દબાયા હતા. જોકે એક કિશોરને સ્થાનિક લોકોએ બહાર કાઢી 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે સારવાર પહેલા તેને મૃત ઘોષિત કરાયો હતો.

બીજીતરફ ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર કર્મચારીઓ અને અધિકારીઓ છ વાહનો સાથે ઘટનાસ્થલે પહોંચ્યા હતા. તેમણે માટી નીચે દટાયેલા ચાર મજુરોને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. મૃતક બાળકનું નામ અલ્પેશ પ્રતાપભાઈ (13) હોવાનું ફાયર બ્રિગેડે જણાવ્યું હતું. જ્યારે બચાવી લેવાયેલા શ્રમિકોમાં શકનભાઈ (35), અતરાભાઈ (22), વિકાસ (18) અને કૈલાશભાઈ (35)નો સમાવેશ થાય છે.

@નિકુંજ પટેલ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:Ram Temple Celebration/આવતીકાલે રાજ્યની તમામ સરકારી શાળાઓમાં અડધા દિવસની રજા જાહેર

આ પણ વાંચો:Harni Boat Accident/વડોદરામાં દુર્ઘટના સર્જાયા બાદ હવે શાળાઓએ પ્રવાસના આયોજન રદ કર્યા

આ પણ વાંચો:ગુજરાત/રાજ્યના પાંચ પોલીસ અધિકારીઓને પ્રમોશન અપાયા