દેશમાં બેરોજગારી/ ભારતમાં કુલ 15 લાખ લોકોએ રોજગારી ગુમાવી,બેરોજગારીનો દર વધી રહ્યો છે

સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના રિપોર્ટ અનુસાર રોજગારી મેળવનારા લોકોની સંખ્યા જુલાઈમાં 399.38 મિલિયન થઇ

India
india ભારતમાં કુલ 15 લાખ લોકોએ રોજગારી ગુમાવી,બેરોજગારીનો દર વધી રહ્યો છે

ઓગસ્ટ મહિનામાં દેશમાં વ્યવસાયની સુસ્ત ગતિ વચ્ચે ઔપચારિક અને અનૌપચારિક બંને ક્ષેત્રના 15 લાખથી વધુ લોકો બેરોજગાર બન્યા છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના રિપોર્ટ અનુસાર રોજગારી મેળવનારા લોકોની સંખ્યા જુલાઈમાં 399.38 મિલિયનથી ઘટીને ઓગસ્ટમાં 397.78 મિલિયન થઈ ગઈ. આ માત્ર એક મહિનામાં ગ્રામીણ ભારતમાં લગભગ 13 લાખ લોકોએ નોકરી ગુમાવી છે.

CMIE અનુસાર જુલાઈમાં રાષ્ટ્ર્રીય બેરોજગારીનો દર 6.95 ટકાથી વધીને 8.32 ટકા થયો છે. જો આપણે આંકડાઓ જોઈએ તો જુલાઈમાં તે 8.3 ટકા, જૂનમાં 10.07 ટકા, મેમાં 14.73 ટકા અને એપ્રિલમાં 9.78 ટકા હતો. માર્ચ મહિનામાં, કોરોના સંક્રમણની બીજી લહેર ભારતમાં આવે તે પહેલા, શહેરી બેરોજગારીનો દર 7.27 ટકાની આસપાસ હતો.

અહેવાલ અનુસાર ઓગસ્ટમાં રોજગાર દરમાં ઘટાડો થયો છે, પરંતુ તે જ મહિનામાં કર્મચારીઓની ભાગીદારી દરમાં થોડો વધારો થયો છે. આ CMIE ડેટા દર્શાવે છે કે મોટી સંખ્યામાં લોકો જોબ માર્કેટમાં પ્રવેશવા માટે તૈયાર છે. રિપોર્ટ બતાવે છે કે જુલાઈમાં લગભગ 30 મિલિયન લોકો કામની શોધમાં હતા, 36 મિલિયન લોકો ઓગસ્ટમાં સક્રિય રીતે કામ શોધી રહ્યા હતા.

કોરોનાની બીજી લહેરને કારણે ઘણી કંપનીઓ બધં થઈ ગઈ હતી. આ કંપનીઓના બધં થવાના કારણે જોબ માર્કેટ સંકોચાઈ ગયું અને લોકોને રોજગારી મેળવવામાં મુશ્કેલી પડવા લાગી.