Covid-19/ દેશમાં કોરોનાનાં કુલ 1 કરોડથી વધુ કેસ નોંધાયા, 24 કલાકમાં 100 લોકોએ ગુમાવ્યો જીવ

દેશમાં કોરોના વાયરસનાં દૈનિક કેસો ફરી એકવાર ઝડપથી વધી રહ્યા છે.

India
Mantavya 121 દેશમાં કોરોનાનાં કુલ 1 કરોડથી વધુ કેસ નોંધાયા, 24 કલાકમાં 100 લોકોએ ગુમાવ્યો જીવ

દેશમાં કોરોના વાયરસનાં દૈનિક કેસો ફરી એકવાર ઝડપથી વધી રહ્યા છે. શનિવારે કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે આ આંકડા જાહેર કરતાં કહ્યું કે છેલ્લા એક દિવસમાં દેશના વિવિધ રાજ્યોમાં કોરોના વાયરસના કુલ 18,711 નવા કેસ નોંધાયા છે.

Covid-19 / વિશ્વમાં કોરોનાનાં નવા 2.18 કરોડ કેસ નોંધાયા, US માં 24 કલાકમાં 1500 લોકોનાં મોત

આ સમાન સમયગાળા દરમિયાન 100 દર્દીઓ મૃત્યુ પામ્યા અને 14,392 લોકો ઠીક થયા છે. નવા દર્દીઓ મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસનાં કેસો વધીને 1,12,10,799 પર પહોંચી ગયા છે. વળી, કુલ 1,08,68,520 દર્દીઓની રિકવરી બાદ દેશમાં હવે 1,84,523 સક્રિય કેસ રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે દેશમાં હાલમાં કોરોના વાયરસ રસીકરણ અભિયાનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 2,09,22,344 લોકોને રસી આપવામાં આવી છે. બીજા તબક્કા અંતર્ગત, જે લોકોની ઉંમર 60 વર્ષથી વધુ છે તેમને કોરોના વાયરસની રસી આપવામાં આવી રહી છે. આ સિવાય 45 વર્ષથી વધુ ઉંમરનાં લોકો પણ ગંભીર રોગોથી પીડિતને કોરોના વાયરસની રસી અપાવવામાં આવી રહી છે.

Covid-19: સુરતમાં નવા કોરોના સ્ટ્રેને વધારી ચિંતા, મનપાએ લોકોને સાવચેત રહેવા કરી અપીલ

બીજા તબક્કાનાં રસીકરણ અભિયાનમાં પીએમ મોદી, આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષ વર્ધન, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલ, એલજી અનિલ બૈજલ અને એઈમ્સનાં ડિરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયા સહિત ઘણા લોકોને રસી અપાઇ છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના વાયરસનાં કેસો નોંધાયા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ