Covid-19/ સુરતમાં નવા કોરોના સ્ટ્રેને વધારી ચિંતા, મનપાએ લોકોને સાવચેત રહેવા કરી અપીલ

ગુજરાતમાં ચૂંટણી પૂર્વે કોરોનાનાં કેસ અને તે બાદનાં કોરોનાનાં કેસમાં તફાવત જોવા મળી રહ્યો છે. ચૂંટણી પૂર્વે કોરોનાનાં કેસ ઓછા સામે આવી રહ્યા હતા

Gujarat Surat
Mantavya 120 સુરતમાં નવા કોરોના સ્ટ્રેને વધારી ચિંતા, મનપાએ લોકોને સાવચેત રહેવા કરી અપીલ
  • સુરતમાં નવા કોરોના સ્ટ્રેને વધારી ચિંતા
  • મનપા દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ
  • નવા કોરોનાના સ્ટ્રેન બાદ મનપા એલર્ટ
  • સુરત મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ કરી અપીલ
  • યોગ્ય રીતે માસ્ક પહેરવા માટે કરી અપીલ
  • માસ્ક સાથે સોશ્યલ ડિસ્ટન્સ પણ રાખવું જરૂરી : મનપા કમિશનર

ગુજરાતમાં ચૂંટણી પૂર્વે કોરોનાનાં કેસ અને તે બાદનાં કોરોનાનાં કેસમાં તફાવત જોવા મળી રહ્યો છે. ચૂંટણી પૂર્વે કોરોનાનાં કેસ ઓછા સામે આવી રહ્યા હતા, જે હવે ચૂંટણી પૂર્ણ થયા બાદ વધતા જનતા અને સરકાર માટે મોટી ચિંતાનું કારણ બન્યુ છે. આ વચ્ચે સુરતમાં નવા કોરોનાનાં સ્ટ્રેને ચિંતામાં વધારો કરી દીધો છે.

Covid-19 / વિશ્વમાં કોરોનાનાં નવા 2.18 કરોડ કેસ નોંધાયા, US માં 24 કલાકમાં 1500 લોકોનાં મોત

આપને જણાવી દઇએ કે, સુરતમાં સતત કોરોનાનાં કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, જેને જોતા હવે મનપા દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે. સુરતમાં નવા કોરોનાનાં સ્ટ્રેન બાદ મનપા એલર્ટ થઇ ગઇ છે. સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ લોકોને યોગ્ય રીતે માસ્ક પહેરવા માટે ખાસ અપીલ કરી છે. આ સાથે તેમણે લોકોને સોશિયલ ડિસ્ટન્સ પણ રાખવાની લોકોને અપીલ કરી છે.

Gujarat / વિરમગામ થી લખતર થઈ સુરેન્દ્રનગર જવાના માર્ગને ચાર માર્ગીય કરાશે

બીજા તબક્કાનાં રસીકરણ અભિયાનમાં પીએમ મોદી, આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષ વર્ધન, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલ, એલજી અનિલ બૈજલ અને એઈમ્સનાં ડિરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયા સહિત ઘણા લોકોને રસી અપાઇ છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના વાયરસનાં કેસો નોંધાયા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ