Not Set/ રાજ્યનાં આ સ્થળેથી કુલ રૂ. 92.73 લાખની 41,324 વિદેશી બોટલોનો નાશ કરાયો

પાટડી નામદાર કોર્ટમાંથી મંજૂરી મેળવી શનીવારે પાટડી, બજાણા, દસાડા અને ઝીંઝુવાડા પોલિસ મથકના મળી કુલ રૂ. 92.73 લાખની 41,324 વિદેશી બોટલોનો નાશ કરાયો હતો.

Gujarat Others
1 371 રાજ્યનાં આ સ્થળેથી કુલ રૂ. 92.73 લાખની 41,324 વિદેશી બોટલોનો નાશ કરાયો

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

પાટડી નામદાર કોર્ટમાંથી મંજૂરી મેળવી શનિવારે પાટડી, બજાણા, દસાડા અને ઝીંઝુવાડા પોલિસ મથકને મળી કુલ રૂ. 92.73 લાખની 41,324 વિદેશી બોટલોનો નાશ કરાયો હતો. આ કાર્યવાહીમાં એસડીએમ પાટડી અને ડીવાયએસપી ધ્રાંગધ્રા અને ચારેય પોલિસ મથકના પીએસઆઇની હાજરીમાં ચવિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો.

1 372 રાજ્યનાં આ સ્થળેથી કુલ રૂ. 92.73 લાખની 41,324 વિદેશી બોટલોનો નાશ કરાયો

નિઘન / RSS ગુજરાત પ્રાંતના અગ્રણી અમૃતભાઈ કડીવાલાની વસમી વિદાય,PM મોદી તેમજ ગૃહમંત્રી અમીત શાહે આપી શ્રદ્ધાંજલિ

સુરેન્દ્રનગર જીલ્લા પોલિસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા જીલ્લામાં પકડવામાં આવતા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો ઝડપથી નાશ કરવાની સુચના આપવામાં આવી હતી. જે સુચના અંતર્ગત ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધાના માર્ગદર્શન હેઠળ પાટડી પોલિસ સ્ટેશન, માલવણ પોલિસ સ્ટેશન અને દસાડા પોલિસ સ્ટેશન અને ઝીંઝુવાડા પોલિસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષમાં પકડીને રાખવામાં આવેલો મુદામાલ જેમાં ભારતીય બનાવટની નાની મોટી બોટલો અને બિયર ટીન મળી કુલ નંગ- 41,324 ને નાશ કરવાની મંજૂરી પાટડી નામદાર કોર્ટમાંથી મેળવી શનીવારના રોજ પાટડી એસડીએમ રૂતુરાજસિંહ જાદવ અને ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધા અને નશાબંધી અધિકારી, સુરેન્દ્રનગર અને પાટડી પીએસઆઇ જે.બી.મીઠાપરા, બજાણા પીએસઆઇ વી.એન.જાડેજા, દસાડા પીએસઆઇ જી.એન.શ્યારા અને ઝીંઝુવાડા પોલિસ મથકના પીએસઆઇ વી.પી.મલ્હોત્રાની હાજરીમાં પાટડી જૈનાબાદ રોડ પર આવેલા સોલાર પ્લાન્ટની બાજુમાં આવેલી સરકારી પડતર ખરાબામાં બે પંચોની હાજરીમાં જેસીબી અને રોલર વતી ભારતીય બનાવટની નાની મોટી બોટલો તથા બીયરટીન મળી કુલ નંગ- 41,324 કિંમત રૂ. 92,73,580ના મુદામાલ પર બુલડોઝર ફેરવી સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો.

kalmukho str 8 રાજ્યનાં આ સ્થળેથી કુલ રૂ. 92.73 લાખની 41,324 વિદેશી બોટલોનો નાશ કરાયો