viral news/ 100 વાંદરાઓને લઈ જતી ટ્રકને અમેરિકાના હાઇવે પર નડ્યો અકસ્માત, અનેક વાંદરો થયા ગુમ

પેનસિલ્વેનિયા સ્ટેટ પોલીસ ટ્રુપર એન્ડ્રીયા પેલાચિકે ડેઈલી આઈટમને જણાવ્યું કે પ્રાણીઓને લઈ જતી એક ટ્રક મોન્ટૂર કાઉન્ટીમાં બપોરના સમયે એક કાર્ગો ટ્રક સાથે અથડાઈ હતી.

World
વાંદરાઓને

અમેરિકાના પેનસિલ્વેનિયામાં શુક્રવારે લગભગ 100 વાંદરાઓને લઈને જતી દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. રાજ્ય પોલીસે જણાવ્યું હતું કે અધિકારીઓ વાહનમાંથી ભાગી ગયેલા ઓછામાં ઓછા ત્રણ વાંદરાઓની શોધમાં છે.

આ પણ વાંચો :મહિલાની માસ્ક ન પહેરવાની જીદનાં કારણે અધવચ્ચેથી પરત ફર્યુ વિમાન

પેનસિલ્વેનિયા સ્ટેટ પોલીસ ટ્રુપર એન્ડ્રીયા પેલાચિકે ડેઈલી આઈટમને જણાવ્યું કે પ્રાણીઓને લઈ જતી એક ટ્રક મોન્ટૂર કાઉન્ટીમાં બપોરના સમયે એક કાર્ગો ટ્રક સાથે અથડાઈ હતી. તેણે જણાવ્યું કે ટ્રક લેબોરેટરીમાં જઈ રહી હતી.

અધિકારીઓએ રહેવાસીઓને ગુમ થયેલા વાંદરાઓને જોઈને રાજ્ય પોલીસને જાણ કરવા જણાવ્યું છે. અકસ્માતમાં કોઈ વ્યક્તિ કે પ્રાણીને ઈજા થઈ છે કે કેમ તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

અધિકારીઓએ શોધમાં હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો. ટ્રક પર કેવા વાંદરાઓ હતા તે જાણી શકાયું નથી, પરંતુ પોલીસે તેમાંથી એકની તસવીર ઝાડ પર જાહેર કરી છે.

આ પણ વાંચો : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગુમ થયેલું વિમાન અરુણાચલમાં મળી આવ્યું

આ પણ વાંચો : બ્રિટને રશિયાને યુક્રેન મામલે આપી ચેતવણી ગંભીર પરિણામ ભોગવવા પડશે…

આ પણ વાંચો :મારી શિફ્ટ પૂરી થઈ ગઈ છે : અધવચ્ચે જ પાઈલોટે વિમાન ચલાવવાથી કર્યો ઇનકાર…

આ પણ વાંચો :ડોક્ટર્સની ટીમે માણસનાં શરીરમાં લગાવી ડુક્કરની કિડની