accidents/ શ્રદ્ધાળુ ભરેલી ટ્રક પલટી ખાતા 11ના મોત

દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરીવારજનોને બે-બે લાખ રૃપીયા આપવાની જાહેરાત કરી છે

India
Untitled 118 શ્રદ્ધાળુ ભરેલી ટ્રક પલટી ખાતા 11ના મોત

આ અકસ્માતમાં 11 લોકોના મૃત્યુ થયા છે અને 36 વધારે લોકો ઇજાગ્રસ્ત થયા

ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ધટના સર્જાઇ છે. ઉત્તર પ્રદેશના ઇટાવા જીલ્લામાં મોટી દુર્ધટના ઘટી છે. શ્રદ્ધાળુઓને લઇને જતી ટ્ર્ક પલટી ખાઇ જતા ખીણમાં પડી ગઇ હતી.  આ અકસ્માતમાં 11 લોકોના મૃત્યુ થયા છે અને 36 વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ તમામ લોકો લખના દેવી મંદિરે જઇ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માત થતા આસપાસના ગામના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા અને તેમને બચાવવાના પ્રયાસ કરી રહ્યા હતા

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં 11 લોકોના મૃત્યુ થયા છે અને 36 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ટ્રક રોડની બાજુમાં રહેલી 25 ફુટ ઉંડી ખીણમાં પડી ગઇ હતી. ટ્રકના ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના સર્જાઇ હતી. આ અકસ્માત થતા આસપાસના ગામના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા અને તેમને બચાવવાના પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસ તંત્ર પણ કામે લાગી ગયુ હતુ અને લોકોને ખીણમાંથી બહાર કાઢયા હતા.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરીવારજનોને બે-બે લાખ રૃપીયા આપવાની જાહેરાત કરી છે. અને ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારી સારવાર મળી રહે તેવી સૂચના આપી છે.