Not Set/ ખેડૂતની દિલ્હી કૂચને લઇને ખટ્ટર અને કેપ્ટન વચ્ચે ફાટી નીકળ્યું ટ્વિટર યુદ્ધ

ગુરુવારે પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ અને હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર વચ્ચે નવા કૃષિ કાયદાને લઈને ખેડુતોની હાલાકી અને ખેડૂતોની દિલ્હી કૂચને લઇને ટ્વિટર પર રસાકસી સાથે યુદ્ધ છેડાઇ ચૂક્યું હોવાનું જોવામાં આવે છે. 

India
captian and khattar ખેડૂતની દિલ્હી કૂચને લઇને ખટ્ટર અને કેપ્ટન વચ્ચે ફાટી નીકળ્યું ટ્વિટર યુદ્ધ

ગુરુવારે પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ અને હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર વચ્ચે નવા કૃષિ કાયદાને લઈને ખેડુતોની હાલાકી અને ખેડૂતોની દિલ્હી કૂચને લઇને ટ્વિટર પર રસાકસી સાથે યુદ્ધ છેડાઇ ચૂક્યું હોવાનું જોવામાં આવે છે. 

પંજાબના મુખ્યમંત્રી અમરિંદરસિંહે ભાજપ તરફી હરિયાણા સરકાર પર નિશાન સાધતા ખેડૂતોને દિલ્હી તરફ પ્રયાણ કરવાનું બંધ કર્યું હોવાનો આક્ષેપ કરતા કહ્યું હતું કે ખેડૂતો વિરુદ્ધ બળનો ઉપયોગ કરવો એ સંપૂર્ણ ગેરલોકશાહી અને ગેરબંધારણીય છે. 

સામે હરિયાણાના સીએમ ખટ્ટરએ એક પછી એક પ્રતિક્રિયા આપી અને ટ્વિટ કરીને કહ્યું કે, “કેપ્ટન અમરિંદર જી, મેં પહેલેથી જ કહ્યું છે અને હું ફરીથી કહી રહ્યો છું, એમએસપી પર કોઈ સમસ્યા હોય તો હું રાજકારણ છોડીશ – તેથી, કૃપા કરીને નિર્દોષ ખેડૂતોને ભડકાવવાનું બંધ કરો.

હું છેલ્લા 3 દિવસથી તમારો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ દુર્ભાગ્યે તમે અંતર નક્કી કર્યું છે – તે બતાવે છે કે તમે ખેડૂતના પ્રશ્નો અંગે કેટલા ગંભીર છો? તમે ફક્ત ટ્વીટ કરી રહ્યા છો અને વાતચીતથી ભાગી રહ્યા છો, કેમ?

તમારા જૂઠાણા, ખોટા પ્રચારનો સમય સમાપ્ત થયો છે – લોકોને તમારો અસલ ચહેરો જોવા દો. કૃપા કરીને કોરોના રોગચાળા દરમિયાન લોકોના જીવનને જોખમમાં મૂકવાનું બંધ કરો. હું તમને વિનંતી કરું છું કે લોકોના જીવન સાથે ન રમો – રોગચાળાના સમયમાં ઓછામાં ઓછું સસ્તું રાજકારણ ટાળવું. ” 

આપને જણાવી દઇએ કે,  કેપ્ટન અમરિંદરસિંહે કહ્યું હતું કે, “મનોહર લાલ ખટ્ટર, લગભગ 2 મહિનાથી પંજાબમાં ખેડૂતો કોઈપણ સમસ્યા વિના શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હરિયાણા સરકાર કેમ તેમને ભડકાવવા માટે બળનો ઉપયોગ કરી રહી છે? શું ખેડૂતોને જાહેર માર્ગો પરથી શાંતિપૂર્ણ રીતે પસાર થવાનો અધિકાર નથી? 

દુ ખની વાત એ છે કે #કોન્સ્ટિટ્યુશન ડે 2020 ના ખેડૂતોના બંધારણીય અધિકારને આ રીતે છીનવવામાં આવી રહ્યા છે. એમ.એલ.ખટ્ટર જી તેમને(ખેડૂતોને) જવા દો, તેમને(ખેડૂતોને) પરેશાનની પર લાવશો નહીં. તેઓ શાંતિથી તેમનો અવાજ દિલ્હી લઇ જવા દો.

કેપ્ટન અમરિંદરસિંહે કહ્યું કે હું ભાજપને તેમની રાજ્ય સરકારને સૂચના આપે છે કે, તેઓ ખેડૂતો સામે ઘાતક બળનો ઉપયોગ ન કરે. દેશને ખવડાવતા હાથને પકડવો જોઈએ, દબાવવો જોઇને નહીં.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…