સુરત/ બે વર્ષનું બાળક રમતાં રમતાં આઠમા માળેથી પટકાતા મોત નીપજ્યું

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા લક્ષ્મી રેસિડેન્સીના આઠમા માળે ફ્લેટના પેસેજમાં એક બાળક રમી રહ્યો હતો. આ દરમિયાન તે ગ્રિલ પર ચડ્યો અને રમતાં રમતાં નીચે જોઈ રહ્યો હતો.

Gujarat Surat
Untitled બે વર્ષનું બાળક રમતાં રમતાં આઠમા માળેથી પટકાતા મોત નીપજ્યું

ડાન્સ કરતાં કરતાં ભૂલથી ગળેફાંસો લાગી જવો, રમતાં રમાતાં બાલ્કનીમાંથી નીચે પડી જવા કિસ્સાઓ સુરતમાં સામે આવી ચૂક્યા છે. આ તમામ કિસ્સા માતાપિતાઓ માટે ચેતવણી સમાન છે.  ત્યારે વધુ એક આવો કિસ્સા સામે આવ્યો છે. જેમાં બે વર્ષનું બાળક રમતાં રમતાં આઠમા માળેથી નીચે પટકાયુંહતું. આ આખી ઘટના એપાર્ટમેન્ટ ખાતે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

આ  પણ વાંચો: શોપિયાંમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક આતંકી ઠાર

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા લક્ષ્મી રેસિડેન્સીના આઠમા માળે ફ્લેટના પેસેજમાં એક બાળક રમી રહ્યો હતો. આ દરમિયાન તે ગ્રિલ પર ચડ્યો અને રમતાં રમતાં નીચે જોઈ રહ્યો હતો. દરમિયાન તેણે શારીરિક સમતોલન ગુમાવ્યું હતું અને તે નીચે પટકાયો હતો, જેમાં તેનું કરુણ મોત થયું હતું. CCTVમાં કેદ દૃશ્યોમાં બાળક જ્યારે પેસેજની ગ્રિલ પકડી ઉપર ચઢી રમી રહ્યું હતું ત્યારે એમાં કોઇ પરિવારજન નજીકમાં દેખાઈ રહ્યાં નથી.

આ પણ વાંચો :પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં આજે ફરી ભડકો, સામાન્ય નાગરિકને સતત મોંધવારીનો માર

સુરતનો આ કિસ્સો એવા તમામ માતાપિતા માટે ચેતવણી સમાન છે, જેમને નાના બાળકો છે. મોટાભાગે તમામ બહુમાળી એપાર્ટમેન્ટમાં આ પ્રકારની પેસેજ આપવામાં આવતી હોય છે. મોટાભાગે ત્યાં પગથિયાંની સામેની બાજુએ ખુલ્લી જગ્યા હોય છે અને તેમાં સેફ્ટી માટે ગ્રીલ નાખવામાં આવતી હોય છે. આ કિસ્સામાં સેફ્ટી ગ્રિલની ઊંચાઈ ઓછી હતી તેમજ તેમાંથી બાળક ગરક થઈ જાય એટલી જગ્યા હતા. મોટાભાગે બાળકો સાંજના સમયે ફ્લેટની બહાર આ પેસેજમાં રમતા હોય છે.

આ પણ વાંચો :સિઝર ઓપરેશનમાં દોઢ મીટર કપડાનો ટુકડો મહિલાના પેટમાં જ રહી ગયો