Rebel candidate/ વાઘોડિયાની બેઠક પર વફાદારો અને બળવાખોરો વચ્ચે અનૂઠો જંગ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના બીજા તબક્કાની 14 જિલ્લાની 93 બેઠકોના મતદાનમાં ખાસ કરીને વાઘોડિયા બેઠક પર બધાની નજર છે. આ બેઠક પર ભાજપના બળવાખોર ઉમેદવાર મધુ શ્રીવાસ્તવને લઈને બધાની નજર છે.

Gujarat
Vaghela Srivastav વાઘોડિયાની બેઠક પર વફાદારો અને બળવાખોરો વચ્ચે અનૂઠો જંગ
  • ભાજપમાંથી બળવાખોર ઉમેદવાર મધુ શ્રીવાસ્તવની અપક્ષ દાવેદારી
  • કોંગ્રેસમાંથી બળવાખોર ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજાની અપક્ષ દાવેદારી
  • વાઘોડિયામાં કુલ 2.46 લાખ મતદારો, 1.26 લાખ પુરુષો અને 1.20 લાખ સ્ત્રીઓ

Rebel Candidate: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના બીજા તબક્કાની 14 જિલ્લાની 93 બેઠકોના મતદાનમાં ખાસ કરીને વાઘોડિયા બેઠક પર બધાની નજર છે. આ બેઠક પર ભાજપના બળવાખોર ઉમેદવાર મધુ શ્રીવાસ્તવને લઈને બધાની નજર છે. ભાજપે આ વખતે તેની બેઠક પર સાત વખત ચૂંટણી જીતનારા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપીને અશ્વિન પટેલને ટિકિટ આપી છે.

આના પગલે નારાજ મધુ શ્રીવાસ્તવે ભાજપ સાથે છેડો ફાડીને અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું છે. આમ વાઘોડિયાની બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આપ અને મધુ શ્રીવાસ્તવ જેવા કદાવર અપક્ષને લઈને જંગ જામ્યો છે તેના પર ફક્ત વડોદરાની જ નહી પણ કદાચ સમગ્ર રાજ્યની નજર છે.

ભાજપના અશ્વિન પટેલ સામે કોંગ્રેસે સત્યજીત ગાયકવાડને મેદાનમાં ઉતાર્યા છે. તેના લીધે કોંગ્રેસથી નારાજ થયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે પહેલી વખત ચૂંટણી લડતી આમ આદમી પાર્ટી (આપ)એ ગૌતમ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા છે. વાઘોડિયા પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારની સામે બે કદાવર અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આ ત્રણ અપક્ષ સિવાય કુલ સાત અપક્ષ મેદાનમાં છે.

વાઘોડિયા બેઠક પર લગભગ 2.46 લાખ મતદારો છે. તેમા 1.26 લાખ પુરુષ મતદારો અને 1.20 લાખ મહિલા મતદારો છે. ભાજપે અને કોંગ્રેસે વાઘોડિયા બેઠક પર ઉમેદવાર નક્કી કરતા પહેલા આ બેઠક માટે સેન્સ લીધી હતી. તેના પગલે મધુ શ્રીવાસ્તવને પડતા મૂકાયા હતા. તેનાથી નારાજ મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આ જ સ્થિતિનું પુનરાવર્તન ધર્મેન્દ્રસિંહ જાડેજાના કિસ્સામાં થયું હતું. તેઓ અગાઉની ચૂંટણી દસ હજાર મતથી હારી ગયા હતા.

આ પણ વાંચોઃ

Gujarat Election/AAPના CM પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ મતદાન કર્યું ,મતદાન કરવા કરી અપીલ

Gujarat Election/PM મોદીના માતાશ્રી હિરાબાએ રાયસણ શાળામાં કર્યું મતદાન