Gujarat Election/ ભાજપ માટે મત માંગતી બાળકીનો વીડિયો વાયરલ,કોંગ્રેસે કહ્યું ચૂંટણી પંચ કયાં?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ભાજપ માટે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર માટે 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા

Top Stories Gujarat
18 9 ભાજપ માટે મત માંગતી બાળકીનો વીડિયો વાયરલ,કોંગ્રેસે કહ્યું ચૂંટણી પંચ કયાં?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દવિસો જ બાકિ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ભાજપ માટે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર માટે 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જેમાં સુરેન્દ્રનગરમાં તેઓ ભાજપ અને PM મોદીની સૌથી નાની ફેન અને પ્રચારક એવી આધ્યાબા નામની છોકરીની સ્પીચ સાંભળી ઘણા પ્રભાવિત થઈ ગયા હતા. તેમણે ખુશ થઈને આ દીકરીને ઓટોગ્રાફ પણ આપ્યો હતો. જોકે ભાજપ માટે નાની બાળકી પ્રચાર કરતા કોંગ્રેસે આ બાબતનો મુદ્દો બનાવ્યો છે

ઉલ્લેખનીય છે કે    ભાજપ માટે મત માંગતી બાળકી આધ્યાએ પીએમ મોદીએ કવિતા સંભળાવી હતી. આજે સુરેન્દ્રનગરમાં પીએમ મોદીની જનસભા હતી, જેમાં આધ્યાએ પીએમને કવિતા સંભળાવી હતી. આ બાળકીએ ભાજપને મત કેમ આપવો તે અંગે પોતાની કવિતામાં વર્ણન કર્યુ હતું. ત્યારે પીએમ મોદીએ તેની કવિતા સાંભળીને ખુશ થઈ ગયા હતા, એટલુ જ નહિ ખડખડાટ હસી પડ્યા હતા. તેમણે ખુશ થઈને આધ્યા બાને ઓટોગ્રાફ પણ આપ્યો હતો. આધ્યાબા રાજ્ય સરકારના મંત્રી કિરીટ સિંહ રાણાના ભાણીબા છે.

આ કવિતા સાંભળી પીએમ મોદી પણ ખુશ થયા હતા અને તેમણે તાળીઓ વગાડીને બાળકીના ઉત્સાહને બેવડાયો હતો. નાનકડી બાળકીની નિખાલસતા અને છટા પીએમ મોદી પ્રત્યેની લાગણી અને માસૂમિયત જોઈ પીએમ મોદીએ પણ આધ્યાને કહ્યુ કે, ‘યુ આર સો સ્વીટ’.