Hit Wave/ રાજ્યમાં સંભવિત હિટવેવની અસર સામે આગોતરા આયોજનની તૈયારી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક

Gujarat Gandhinagar
Beginners guide to 2024 04 15T204316.236 રાજ્યમાં સંભવિત હિટવેવની અસર સામે આગોતરા આયોજનની તૈયારી

Gandhinagar News : સંભવિત હીટવેવ સામે લડવા મહત્વપૂર્ણ એવા આઠ વિભાગોને સાંકળીને રાજ્ય સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ઝિરો કેઝ્યુઅલ્ટી એપ્રોચ’ સાથે માનવજીવન અને પશુધનની સંપૂર્ણ રક્ષા થાય તેવા અભિગમ સાથે એક્શન પ્લાનનો અમલ કરવા અંગે સૂચનો કર્યા છે.

રાજ્યમાં આગામી સમયમાં સંભવિત હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સ્તરે આગોતરું આયોજન કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં માહિતી આપતા રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું કે,  ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સંભવિત હીટવેવ સામે લડવાનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. હીટવેવ સામેની લડતમાં મહત્વપૂર્ણ એવા આઠ વિભાગોને સાંકળીને આ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, શ્રમ અને રોજગાર, પાણી પુરવઠા, શિક્ષણ, પ્રવાસન, ઉર્જા, પરિવહન, શહેરી વિકાસ અને પંચાયત વિભાગનો સાંકળીને વિગતવાર એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

હીટ વેવની પરિસ્થિતિમાં નાગરિકોએ શું કરવું અને શું ન કરવું (Dos and Don’ts) ની માર્ગદર્શિકા અને એક્શન પ્લાન અંગેની વિગતો રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી મારફતે તમામ 33 જિલ્લાઓના વહીવટી તંત્રને પૂરી પાડવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હીટવેવ સામે નાગરિકોને સુરક્ષા પૂરી પાડવા માટે વિવિધ વિભાગોને  અપાયેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થાય તેમજ એક્શન પ્લાનનો પૂર્ણતઃ અમલ થાય તેવી તાકીદ કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ઝિરો કેઝ્યુઅલ્ટી એપ્રોચ’ સાથે માનવજીવન અને પશુધનની સંપૂર્ણ રક્ષા થાય તેવા અભિગમ સાથે એક્શન પ્લાનનો અમલ કરવા અંગે સૂચનો કર્યા હતા.

આ સંદર્ભે રાહત કમિશનર આલોક પાંડેએ કહ્યું કે, મલ્ટીપરપઝ સાયકલોન સેન્ટર કાર્યરત કરવા, સેવાભાવી સંગઠનોને છાશ અને ઓઆરએસ વિતરણ જેવા રાહત કાર્યમાં જોડવા, હીટ સ્ટ્રોકના દર્દી માટે હોસ્પિટલમાં સ્પેશિયલ બેડ તૈયાર કરવા, પ્રવાસન સ્થળોને બપોરના સમયમાં બંધ રાખવા સહિત ના સલામતી અને સાવચેતીના પગલાં માટે જરૂરી પ્રબંધ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

તેમણે ઉમેર્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પરિણામે રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ઝાપટુંની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે હિટવેવ આવતા નથી. છતાં જો હીટવેવ આવે તો રાજ્ય સરકાર ઇફેક્ટીવ એક્શન પ્લાન સાથે તૈયાર છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ,  ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર, પ્રવાસન વિભાગના સચિવ હરિત શુક્લા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, આરોગ્ય વિભાગના કમિશનર હર્ષદ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચેક રિટર્નના કેસો માટે 15 નવી કોર્ટ ઊભી કરાશે

આ પણ વાંચો: અંકલેશ્વરમાં ટ્રેન નીચે પડતું મૂકી યુગલનો આપઘાત, ઘટનાની જાણ થતા રેલ્વે પોલીસ દોડી આવી

આ પણ વાંચો: ક્ષત્રિય સમાજને મનાવી લેવાનો ભાજપને વિશ્વાસઃ પાટિલ

આ પણ વાંચો: પોરબંદર ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ભર્યું નામાંકન ફોર્મ