અમદાવાદ/ અસ્પાયર-2 બિલ્ડીંગના ર્નિર્માણનો વીડિયો આવ્યો સામે, જુઓ અહીં

આશિષ શાહનો એક વીડિયો સામે આવ્યો છે. જે અસ્પાયર-2 બિલ્ડીંગના ર્નિર્માણનો છે. હોળી પર આશિષ શાહે આ વીડિયો શેર કર્યો હતો.

Top Stories Gujarat Others
અ 49 અસ્પાયર-2 બિલ્ડીંગના ર્નિર્માણનો વીડિયો આવ્યો સામે, જુઓ અહીં
  • અડોબ ગ્રુપ દ્રારા કેટલાય સમયથી ચાલતું હતું કામ
  • અસ્પાયર-2 બિલ્ડીંગના ર્નિર્માણનો વીડિયો આવ્યો સામે
  • હોળી પર આશિષ શાહે શેર કર્યો હતો વીડિયો
  • અસ્પાયર-2 બિલ્ડીંગને હોળીના રંગે રંગવામાં આવી હતી

આજે સવારે અમદાવદ શહેરમાં એરક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેની જાણ પોલીસ અને ફાયરબ્રિગેડને મીડિયા થકી ઘટનાના ચારથી પાંચ કલાક બાદ થઇ હતી. જણાવીએ કે અમદાવાદની યુનિવર્સીટી પાસે  ર્નિર્માણ અસ્પાયર-2 બિલ્ડીંગની લીફ્ટ સાતમાં માળેથી નીચે પડતા સાત લોકોના મોત થયા છે. આ દુર્ઘટના બાદ અનેક સવાલ થઇ રહ્યા છે કે આ હાલ આ બિલ્ડીંગના બિલ્ડરો ક્યાં છે અને શું તેઓ કાયર્વાહીમાં સાથ આપી રહ્યા છે કે નહીં…..આ બધા વચ્ચે આ બિલ્ડીંગના બિલ્ડર વિકાસ શાહ અને આશિષ શાહના સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

આ બધા વચ્ચે હાલ આશિષ શાહનો એક વીડિયો સામે આવ્યો છે. જે અસ્પાયર-2 બિલ્ડીંગના ર્નિર્માણનો છે. હોળી પર આશિષ શાહે આ વીડિયો શેર કર્યો હતો. અસ્પાયર-2 બિલ્ડીંગને હોળીના રંગે રંગવામાં આવી હતી હવે એજ બિલ્ડીંગ મજુરોના લોહીની હોળીથી રંગાઇ ગઈ છે.

ચોંકાવનારી બાબત એ છે કે, એડોર ગ્રૂપની જ એક ઈમારતમાં પાંચ વર્ષ પહેલા દુર્ઘટના બની હતી, જેમાં 3 મજૂરોના મોત નિપજ્યા હતા. એડોર ગ્રૂપની નહેરુનગર વિસ્તારમાં ક્લાઉડ-9 નામની બિલ્ડીંગમાં કામ ચાલી રહ્યુ હતું ત્યારે ઘટના બની હતી, જેમાં અકસ્માત સર્જાતા 3 મજૂરોના મોત થયા હતા.

13 માળની આ બિલ્ડિંગમાં કામ કરી રહેલા મજૂરો માટે સેફ્ટીની કોઈ ખાસ સુવિધા ના હોવાનું પણ સામે આવી રહ્યું છે. ઘટનાસ્થળ પર પહોંચેલા એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહ તેમજ મેયર કિરિટ પરમારે જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવાયું હતું.

એસ્પાયર અગેઈનના ભાગીદારોના નામ

ભરત ઝવેરી, જગદીશચંદ્ર કાલિયા, પલ્લવી કંસારા, રમેશચંદ્ર કાલિયા, રાહુલ કાલિયા, કૈલાશચંદ્ર કાલિયા, નિલેશ કાલિયા, આશિષ શાહ, નીતિન સંઘવી, ભરત ઝવેરી, પારુલ ઝવેરી, વિપુલ શાહ.

આ પણ વાંચો:ગુજરાતમાં આરોગ્ય કર્મીઓનું અલ્ટીમેટમ,માગણીઓ સ્વીકારવમાં નહીં આવે તો આવતીકાલથી આંદોલનની ચીમકી

આ પણ વાંચો: ગોવામાં કોંગ્રેસના 11માંથી 8 ધારાસભ્યો ભાજપમાં જોડાશે!ભાજપ પ્રદેશ અધ્યક્ષનો દાવો

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરમાં બસ ખીણમાં પડતા 11 લોકોના મોત, 25ની હાલત ગંભીર,સેના બચાવ કામગીરીમાં