ભાવનગર/ ગારીયાધારમાં રખડતા ઢોર થી એક યુવાનનું મોત

ગારીયાધારના રહેવાસી બાબુભાઇ મકવાણાના પુત્ર ભાવેશભાઈનું ખુટીયાની અડફેટે આવતા અવસાન થયું હતું. બાબુભાઈના પુત્ર ભાવેશભાઈ રક્ષાબંધન મનાવીને પરત ફરતા હતા

Gujarat Others
g2 6 ગારીયાધારમાં રખડતા ઢોર થી એક યુવાનનું મોત

હાલ સુપ્રીમ કોર્ટ દ્વારા ખુટિયાઓ બાબતે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે. તો આ બાબતે ગુજરાત સરકારે ભંડોળ પણ બહાર પાડ્યું છે . જો કે આ બાબતે સરકાર હજી ક્યાંક ચૂક કરતી હોય તેવી તસ્વીર ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં જોવા મળે છે. અવારનવાર  રખડતાં ઢોર ને કારણે અડફેટે આવી સર્જાતા અકસ્માત વિષે આપણે વાંચીએ છીએ. અને અનેક અકસ્માતમાં રાહદારીનું મોત પણ નીપજે છે. ભાવનગર ખાતે પણ એક આવાઓ જ કિસ્સો બન્યો છે. જેમાં રખડતા ઢોરના અથડાવવા થી રાહદારીનું મોત થયું છે. અને પરિવારે પોતાનો પુત્ર ગુમાવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગારીયાધારના રહેવાસી બાબુભાઇ મકવાણાના પુત્ર ભાવેશભાઈનું ખુટીયાની અડફેટે આવતા અવસાન થયું હતું. બાબુભાઈના પુત્ર ભાવેશભાઈ રક્ષાબંધન મનાવીને પરત ફરતા હતા. ત્યારે ખુટીયાની અડફેટે આવ્યા હતા.

નોંધાણવદર ગામેથ થોડે દુર ધોળા કુવા પાસે આ અકસ્માત સર્જાયો હતો. આમ આ અકસ્માત બાદ ગારીયાધાર હોસ્પિટલ ખાતે ભાવેશભાઈ ને ખસેડાયા હતા.
ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર સિવિલ ખાતે ખસેડાયા હતા.  જો કે વિધિની વિક્રતાના કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા.  ત્યારે પરિવારજનો જાડી ચામડીના સત્તાધીશો હવે જાગે અને પ્રજા માટે કામ કરે તેવું લોકો ઇચ્છી રહ્યા છે. વધુમાં આ પરિવાર એવું ઇચ્છી રહ્યો છે કે આ બાબતે હવે કોઈ પિતાનો પુત્ર કે પુત્રના પિતા અથવા અન્ય સ્વજન ને નુકશાની ના આવે તે માટે તંત્ર પ્રયાસ કરે. આમ ગારીયાધાર તાલુકાના અનેક વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

અત્રે નોધનીય છે કે વડોદરાના સુભાનપુરા રાજેશ ટાવર રોડ પાસે પણ થોડા દિવસ અગાઉ રાત્રે બાઈક પર જઈ રહેલા જીગ્નેશભાઈ રાજપૂતને ગાયે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં તે નીચે પટકાયેલા જીગ્નેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. તો આપણાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને પણ કડી ખાતે ચાલી રહેલા કાર્યક્રમ દરમિયાન અચાનક આવેલી ગાયે અડફેટે લીધા હતા અને પગમાં ઇજા પહોચી હતી.  તો થોડા દિવસ અગાઉ  પોરબંદર ખાતે પણ મુખ્યમંત્રી ના કાફલામાં ગાય ધસી આવી હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ કે ઇજા થઈ ના હતી.

Iran Salt Mountains/ મીઠું રંગીન પણ હોય છે, જુઓ ઈરાનના સોલ્ટ પર્વતોની તસવીરો