છેલ્લા ચોવીસ કલાકથી મેઘો ગુજરાત ઉપર મહેરબાન થયો છે ત્યારે ક્યાંક ખુશીની લહેરખી છવાઈ છે તો ક્યાંક ગમનો માહોલ સર્જાયો છે. વરસાદી માહોલ વચ્ચે હારીજનાં જશોમાવ ગામમાં વીજળી પડતા એક યુવાનનું મોત થયું છે. મળતી વિગત અનુસાર જશોમાવ ગામે આવેલ N.D.બ્રિક્સ ઈંટભઠ્ઠા પર યુપીથી મજૂરી કામ કરવા આવેલ અર્જૂન કશ્યપ નામનો 35 વર્ષીય યુવક પોતાના છાપરામાં સૂતો હતો. જે દરમિયાન અચાનક વીજળી પડતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અન્ય બે મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા. મોતની ઘટના બનતા આજુબાજુના મજુર પરિવારો દોડી આવ્યા હતા. ત્યારબાદ ઇટ ભઠ્ઠાના માલિકને જાણ કરવામાં આવી હતી. ભઠ્ઠા માલિક દ્વારા હારીજ પોલીસને જાણ કરતા હારીજ પોલીસ જશોમાવ ગામેં આવેલ ઇટના ભઠ્ઠાપર પહોંચી ઘટનાની ઊંડાણ પૂર્વક તપાસ કરી હતી. અર્જુન કશ્યપ નામનો યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અન્ય બે યુવકોને ઇજાગ્રસ્ત થતા મૃતક સહિત ઇજાગ્રસ્ત લોકોને હારીજ સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. હારીજ પોલીસે અકસ્માતે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : ભારતમાં પ્લાસ્ટિક પ્રતિબંધનાં નિર્ણયને દુનિયાએ આવકાર્યો : કેટલાક દેશોએ PM મોદીના કર્યા વખાણ
