Surat News/ સુરતમાં રાંદેરમાં ક્રિકેટ રમતા-રમતા યુવાનનું મોત

સુરતના રાંદેરમાં યુવાનનું ક્રિકેટ રમતા-રમતા મોત થયું છે. ચાલુ મેચે તેનું નિધન થયું હતું. તેના કારણે ચકચાર મચી ગઈ હતી. પટણી સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન આ ઘટના બની હતી.

Gujarat Surat Breaking News
Beginners guide to 2024 11 09T120719.672 સુરતમાં રાંદેરમાં ક્રિકેટ રમતા-રમતા યુવાનનું મોત

Surat News: સુરતના રાંદેરમાં યુવાનનું ક્રિકેટ રમતા-રમતા મોત થયું છે. ચાલુ મેચે તેનું નિધન થયું હતું. તેના કારણે ચકચાર મચી ગઈ હતી. પટણી સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન આ ઘટના બની હતી. ટુર્નામેન્ટની મેચ ચાલતી હતી ત્યારે યુવાન ચાલુ મેચે ઢળી પડ્યો હતો. મકસુદ અહમદભાઈ બુટવાલા નામના યુવાનનું મોત થયું હતું. રાંદેરના સુલતાનિયા જીમખાના ગ્રાઉન્ડનો વિડીયો વાઇરલ થયો છે. મરનાર યુવક ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતો હતો.

આ પહેલા જામનગરમાં આ જ પ્રકારની ઘટનામાં એક યુવાનનું કસરત કરતા મોત નિપજયું  હતું. આ યુવાન જીમમાં કસરત કરતો હતો ત્યારે અચાનક ઢળી પડ્યો. જીમમાં રહેલ લોકો તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. જયાં ડોક્ટરોએ યુવાનને મૃત જાહેર કર્યો. આ યુવાન ફક્ત 19 વર્ષનો છે અને તે મેડિકલમાં અભ્યાસ કરતો હતો. યુવાનના મોતનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જો કે ડોક્ટરોને કાર્ડિયાક એટેકની આશંકા છે.

19 વર્ષીય કિશન માણેક નામનો યુવાન પોતાના નિત્યક્રમ મુજબ જીમ ગયો. પરંતુ જીમમાં કસરત કરવા ગયેલ કિશન ફરી પાછો ઘરે ના ફર્યો. જીમમાં કસરત કરતી વખતે જ અચાનક યુવાન નીચે ઢળી પડ્યો. અને ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. કિશનના પિતા PGVCLમાં ફરજ બજાવે છે.

 PGVCL માં ફરજ બજાવતા નાયબ ઇજનેર હેમંત માણેકના 19 વર્ષીય પુત્ર MBBSના પ્રથમ વર્ષમા અભ્યાસ કરતો હતો. દરમ્યાન પોતાના નિત્યક્રમ મુજબ જીમમાં કસરત કરવા ગયેલ કિશન કસરત કરતા જ અચાનક જીમમાં ઢળી પડ્યો હતો. કિશનનું જીમમાં કસરત કરતાં મોત નિપજતા પરિવાર વધુ શોકગ્રસ્ત છે. પોતાના 19 વર્ષના જુવાન જોધ પુત્રનું અકાળે અવસાન થતા માતા-પિતા સહિત મિત્રો અને સગાસંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જૂનાગઢમાં ધ્વજવંદન વખતે વીજશોકથી યુવાનનું મોત

આ પણ વાંચો: જામનગરમાં ગોઝારા અકસ્માતથી યુવાનનું મોત

આ પણ વાંચો: જામનગરમાં પીપર ગામના તળાવમાં ડૂબી જતાં એક યુવાનનું મોત