સત્યેન્દ્ર જૈન મસાજ કરાવતા હોવાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. અરવિંદ કેજરીવાલ સરકારના મંત્રી અને હાલમાં તિહાર જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનનો આ ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ CCTV વીડિયોમાં સત્યેન્દ્ર જૈન જેલની અંદર મસાજ કરાવતા જોવા મળે છે. જેલની કોટડીમાં લાગેલા CCTVમાં સત્યેન્દ્ર જૈનની મસાજની તસ્વીરો કેદ થઈ છે. તસ્વીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વ્યક્તિ સત્યેન્દ્ર જૈનના પગની માલિશ કરી રહ્યો છે. EDએ થોડા સમય પહેલા આરોપ લગાવ્યો હતો કે સત્યેન્દ્ર જૈનને તિહાર જેલમાં VIP ટ્રીટમેન્ટ મળી રહી છે.
હેડ મસાજ, ફુટ મસાજ અને બેક મસાજના વીડિયો
આ વીડિયો 13 સપ્ટેમ્બર 2022નો જણાવવામાં આવી રહ્યો છે. આ તિહાર જેલના સેલ-4 બ્લોક Aના CCTV ફૂટેજ છે. જણાવી દઈએ કે EDએ સત્યેન્દ્ર જૈનને જેલમાં VIP ટ્રીટમેન્ટની વાત કરી હતી. EDએ પોતાના સોગંદનામામાં આરોપ લગાવ્યો હતો કે જૈનને મસાજની સુવિધા મળી હતી. EDએ કહ્યું હતું કે સત્યેન્દ્ર જૈનને હેડ મસાજ, પગની મસાજ અને પીઠની મસાજ કરાવવામાં આવે છે. જે સામે આવેલા CCTV ફૂટેજમાં પણ નજરે પડે છે. EDએ તિહારમાંથી સત્યેન્દ્ર જૈનને મસાજ અપાવવાના ફૂટેજ લીધા હતા, જે હવે બધાની સામે છે. પરંતુ જૈને કોર્ટમાં મસાજના ફૂટેજને રોકવા માટે અપીલ કરી હતી.
So instead of Sazaa – Satyendra Jain was getting full VVIP Mazaa ? Massage inside Tihar Jail? Hawalabaaz who hasn’t got bail for 5 months get head massage !Violation of rules in a jail run by AAP Govt
This is how official position abused for Vasooli & massage thanks to Kejriwal pic.twitter.com/4jEuZbxIZZ
— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) November 19, 2022
ED પહેલા જ કોર્ટમાં ખુલાસો કરી ચૂક્યું છે
કેજરીવાલના મંત્રીઓ જેલની અંદર મસાજ કરાવી રહ્યા છે. હાઇ પ્રોફાઇલ સ્પા અને પાર્લર સુવિધાઓ લેવી. વીડિયોમાં મંત્રી સત્યેન્દ્ર જૈન પલંગ પર આરામથી સૂઈ રહ્યા છે, તેઓ હેડ મસાજ, પગની મસાજ, હાથની મસાજ અને પીઠની મસાજ કરાવી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તેની બાજુમાં મિનરલ વોટરની બોટલો રાખવામાં આવી છે. જેલમાં કેજરીવાલના મંત્રીની લક્ઝરીનો આ આખો વીડિયો વાયરલ થયો છે. તિહાર જેલની અંદરના આ વીડિયોથી જે ખુલાસો થયો છે તેનો ખુલાસો ED કોર્ટમાં કરી ચૂકી છે. હવે EDએ કોર્ટમાં શું કહ્યું હતું તેનો પુરાવો સામે આવ્યો છે.
આ પણ વાંચો:ગુજરાતની ચૂંટણીમાં મહત્વનું રહેશે યુવાનોનું વલણ.. આંકડામાં જાણો સૌથી વધુ અને
આ પણ વાંચો: આજથી PM મોદી 3 દિવસ ગુજરાત ચૂંટણી માટે કરશે
આ પણ વાંચો:આજથી ગુજરાતમાં ભાજપની પ્રચાર ધુરા પીએમ મોદીના હાથમાંઃ
