T20WC2024/ નામિબિયાના વિજયનો હીરો છે ડેવિડ વીસે

સુપર ઓવરમાં ટીમ માટે ડેવિડ વીસે 13 રન અને કેપ્ટન ગેરહાર્ડ ઈરાસ્મસે 8 રન બનાવ્યા હતા. આ પછી ડેવિડ વીસે સુપર ઓવરમાં નામિબિયા માટે બોલિંગની જવાબદારી પણ સંભાળી હતી. તેણે ત્રીજા બોલ પર નસીમ કુશીની વિકેટ પણ લીધી અને સુપર ઓવરમાં માત્ર 10 રન આપ્યા. આ રીતે તેણે નામિબિયા માટે સુપર ઓવરમાં મેચ જીતી લીધી હતી. તે ટીમ માટે સૌથી મોટો હીરો સાબિત થયો.

Breaking News Sports
Beginners guide to 2024 06 03T135727.436 નામિબિયાના વિજયનો હીરો છે ડેવિડ વીસે

બ્રિજટાઉનઃ નામીબિયાની ટીમે સુપર ઓવરમાં ઓમાનને હરાવ્યું છે અને રોમાંચક મેચ રમી છે. આ મેચમાં બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ અંતે જીત નામિબિયાની ટીમને મળી હતી. આ મેચમાં નામિબિયાના કેપ્ટન ગેરહાર્ડ ઈરાસ્મસે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે સાચો સાબિત થયો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓમાનની ટીમ 20 ઓવરમાં 109 રન જ બનાવી શકી હતી. એવું લાગી રહ્યું હતું કે નામિબિયાની ટીમ આસાનીથી મેચ જીતી જશે. પરંતુ ઓમાનની ટીમે નામીબિયાને જોરદાર ટક્કર આપી અને મેચ સુપર ઓવરમાં ગઈ.

નામિબિયાની શરૂઆત ખરાબ રહી હતી

નાના ટાર્ગેટનો પીછો કરી રહેલી નામિબિયાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જ્યારે ઓપનર માઈકલ વોન લિંગેન ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. પરંતુ આ પછી નિકોલસ ડેવલિન અને જોન ફ્રાયલિંકે સારી બેટિંગ કરી હતી. નિકોલસે 24 રન અને ફ્રાયલિંકે 45 રન બનાવ્યા હતા. કેપ્ટન ગેરહાર્ડ ઈરાસ્મસ માત્ર 13 રન બનાવી શક્યો હતો. નામિબિયાને છેલ્લા બોલે જીતવા માટે 2 રનની જરૂર હતી. જેના પર નામિબિયાની ટીમ માત્ર બે રન બનાવી શકી હતી. આ રીતે બંને ટીમો વચ્ચે સુપર ઓવર થઈ.

સુપર ઓવરમાં નામિબિયા માટે ડેવિડ વીસ હીરો બન્યો હતો

સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા નામિબિયાની ટીમ માત્ર 21 રન બનાવી શકી હતી. સુપર ઓવરમાં ટીમ માટે ડેવિડ વીસે 13 રન અને કેપ્ટન ગેરહાર્ડ ઈરાસ્મસે 8 રન બનાવ્યા હતા. આ પછી ડેવિડ વીસે સુપર ઓવરમાં નામિબિયા માટે બોલિંગની જવાબદારી પણ સંભાળી હતી. તેણે ત્રીજા બોલ પર નસીમ કુશીની વિકેટ પણ લીધી અને સુપર ઓવરમાં માત્ર 10 રન આપ્યા. આ રીતે તેણે નામિબિયા માટે સુપર ઓવરમાં મેચ જીતી લીધી હતી. તે ટીમ માટે સૌથી મોટો હીરો સાબિત થયો. મેચમાં તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો.

નામિબિયાના બોલરોએ પોતાની તાકાત બતાવી હતી

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓમાનની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જ્યારે રૂબેન ટ્રમ્પલમેને પ્રથમ અને બીજા બોલ પર વિકેટ લીધી હતી. જ્યારે પ્રજાપતિ કશ્યપ અને આકિબ ઇલ્યાસ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી ઝીશાન મકસૂદે 22 અને ખાલિદ કૈલે 34 રન બનાવીને ઓમાનની ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ બંને ખેલાડીઓ મોટી ઇનિંગ્સ રમી શક્યા ન હતા. અયાન ખાને 15 રન અને શકીલ અહેમદે 7 રનનું યોગદાન આપ્યું હતું. નામિબિયા માટે રુબેન ટ્રમ્પલમેને 4 અને ડેવિસ વિઝે મેચમાં 3 વિકેટ લીધી હતી. આ સિવાય ગેરહાર્ડ ઈરાસ્મસે 2 વિકેટ પોતાના નામે કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ સુરક્ષામાં મોટી ચૂક, રોહિતને મળવા ઘૂસી આવ્યો

આ પણ વાંચો: બોલરો માટે આક્રમક ગણાતા ગંભીરને કોણે કર્યો હતો ‘ક્લિન બોલ્ડ’

આ પણ વાંચો: વિન્ડીઝને પાપુઆ-ન્યુગિનીને હરાવતા પરસેવો છૂટ્યો, માંડ-માંડ જીત્યું

આ પણ વાંચો: ઓમાન સામે સુપર ઓવરમાં નામિબિયા જીત્યું, ડેવિડ વીજે ઝળક્યો