Vadodra News : વડોદરામાં રૂ. 400 ની લંચ લેતા ટ્રાફિક શાખાનો લોકરક્ષક એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો. જ્યારે તેનો મદદગાર અને ખાનગી શખ્સ ફરાર થઈ ગયો હતો. બાદમાં ચપાસને અંતે એસીબીએ ફરાર આરોપીની ધરપકડ કરી હતી.
આકેસની વિગત મુજબ વડોદરા શહેર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતો લોકરક્ષક અશોક કે, મકવાણા 20 ઓગસ્ટ 2024 ના રોજ રૂ. 400 ની લાંચ લેતા એસીબીની જાળમાં ઝડપાઈ ગયો હતો.
તે સમયે મકવાણાને મદદગારી કરતો અન્ય એક શખ્સ હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું. જેને લઈને તેને વોન્ટેડ જાહેર કરાયો હતો. દરમિયાન પોલીસે તપાસ હાથ ધરીને મુળ છોડા ઉદેપુર અને વડોદરામાં સોમા તળાવ પાસે કૃષ્ણનગરમાં રહેતા ભાવેશ સી બારીયાની પોલીસે ધરપકડ કરી હતી.આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: અંબાજી જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત, જાનહાનિ ટળી
આ પણ વાંચો: યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીઓ પૂરજોશમાં
આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમે આવતાં યાત્રાળુઓ મળશે વીમાકવચ