લાંચ/ વલસાડમાં ACBનો સપાટો,લોકલ ક્રાઇમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ 3 લાખની લાંચ લીધા બાદ ફરાર

લોકલ ક્રાઇમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો હતો

Top Stories Gujarat
5 10 વલસાડમાં ACBનો સપાટો,લોકલ ક્રાઇમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ 3 લાખની લાંચ લીધા બાદ ફરાર
  • વલસાડ જિલ્લામાં ACBનો સપાટો
  • લોકલ ક્રાઇમ બ્રાંચનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો
  • રૂ. 3 લાખની લાંચ લેતા કોન્સ્ટેબલ આશિષ કુંવાડીયા ACBની ઝપેટમાં..
  • ફરિયાદીને દારૂના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી માગી હતી લાંચ
  • કોન્સ્ટેબલને રૂપિયા 3 લાખની લાંચ લેતા ઝડપવા ACBએ ગોઠવ્યું છટકું
  • કોન્સ્ટેબલ આશિષ કુંવાડીયા રૂપિયા 3 લાખની લાંચ લેવા જતાં ભેરવાયો
  • ઉદવાડા નજીક ફરિયાદી પાસેથી રૂ. 3 લાખ લઈ ગાડીમાં મુકાવ્યા
  • ACBની ટ્રેપની જાણ થતાં જ લાંચની રકમ સાથેની ગાડી મૂકી ફરાર
  • ફરાર આરોપી કોન્સ્ટેબલ આશિષને ઝડપવા ACBની સઘન કાર્યવાહી
  • ACBની અચાનક ટ્રેપથી જિલ્લા પોલીસ વિભાગમાં પણ ખળભળાટ

ગુજરાતમાં લાંચ લેવાના કેસ ખુબ વધી રહ્યા છે, જે ચિંતાજનક બાબત છે.વલસાડ જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો હતો,એસીબીએ છટકું ગોઠવીને કોન્સ્ટેબલને 3 લાખની લાંચમાં ભેરવાયો હતો,પરતું તેને આની જાણ થઇ જતા તે3 લાખ લાંચની રકમ અને ગાડી મૂકીને ફરાર થઇ ગયો હતો,એસીબીએ કોન્સેટબલ આશિષ કુંવાડીયાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. એસીબીની અચાનક ટ્રેપના લીધે સમગ્ર જિલ્લામાં ફફડાટ વ્યાપી ગયો છે.

ફરિયાદીએ દારૂનો ધંધો બંધ કરી દીધા બાદ આરોપીએ દારૂના ગુનામાં નામ ખોલી કેસ કરવાની ધમકી આપી રૂ.5 લાખની માંગણી કર્યા બાદ રૂ.3 લાખ નક્કી કરાયા હતા.આની જાણ ફરિયાદીએ એસીબીમાં કરી હતી અને એસીબીએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલને પકડવા છટકું ગોઠવ્યું હતું અને તેને આબાદ રીતે ટ્રેપ ફસાવ્યો હતો પણ તેને ટ્રેપની જાણ થઇ જતા તે સ્થળથી ફરાર થઇ ગયો હતો. લાંચની ફરિયાદ થતા  ભરૂચ એસીબીના પીઆઈ એસ.વી.વસાવા અને ટીમે આજરોજ સોમવારે પારડીના ઉદવાડા હાઈવે સર્વિસ રોડ પર ગેરેજ નજીક છટકુ ગોઠવ્યું હતું તેમાં તે ઝડપાયો હતો પણ તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો