Not Set/ ગાંધીનગરમાં R & Bના અધિકારી નિપુણ ચોકસી પાસેથી ACBએ જપ્ત કર્યા સવા બે કરોડ રોકડા

નિપૂણ ચોક્સીના ઘરેથી 4 લાખ 12 હજારની રકમ તો બે બેંક લોકરમાંથી રુ. 1,52, 75, 000  કેસ  મળી આવ્યા છે. એક કેનેરા બેન્કનું લોકર ઓપરેટ કરવામાં આવ્યું હતું. આ લોકરમાં 300 ગ્રામ સોનુ મળી આવ્યું છે.

Top Stories Gujarat Others Trending
ગોલ્ડ 2 ગાંધીનગરમાં R & Bના અધિકારી નિપુણ ચોકસી પાસેથી ACBએ જપ્ત કર્યા સવા બે કરોડ રોકડા

અમદાવાદ અને ગાંધીનગરમાં ACB એ મોટી ટ્રેપ કરી છે. જેમાં R&B ડિપાર્ટમેન્ટમાં કલાસ 2 ઓફિસર તરીકે ફરજ બજાવતા નિપુણ ચંદ્રવદન ચોકસી પાસેથી સવા બે કરોડ રૂપિયાની રોકડ રકમ ACB ને હાથ લાગી છે. હાલમાં આર એન્ડ બી વિભાગના વર્ગ-ટુના અધિકારી નિપુણ ચોક્સી જેમણે શિક્ષણ અભિયાન હેઠળ પાટણમાં કોન્ટ્રાક્ટ માટે લાંચ માંગી હતી. ઝડપાયેલા આરોપી નિપુણ ચોકસી ક્લાસ-2 અધિકારી છે અને અન્ય બે આરોપી કરાર આધારીત નોકરી કરતા હતાં.

ગોલ્ડ 1 ગાંધીનગરમાં R & Bના અધિકારી નિપુણ ચોકસી પાસેથી ACBએ જપ્ત કર્યા સવા બે કરોડ રોકડા

અમદાવાદ શિક્ષા અભિયાન કૌભાંડને લઇને મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.  આર એન્ડ બી વર્ગ-2નાં અધિકારી નિપૂણ ચોકસી વિરુદ્ધ પાટણ-ગાંધીનગરમાં 1-1ગુનો દાખલ થયો, ACB ના જણાવ્યા અનુસાર પાટણમાં પણ ટ્રેપ ગોઠવી હતી. અમદાવાદ-ગાંધીનગરમાં ACBની  દ્વારા કરવામાં આવેલી ટ્રેપમાં સવા બે કરોડની રોકડ તપાસ દરમિયાન મળી આવી છે. આ કેસમાં નિપૂણના ઘરેથી 4 લાખ 12 હજારની રકમ તો નિપૂણ ચોક્સીના બે બેંક લોકરમાંથી રુ. 1,52, 75, 000  કેસ  મળી આવ્યા છે. એક કેનેરા બેન્કનું લોકર ઓપરેટ કરવામાં આવ્યું હતું. આ લોકરમાં 300 ગ્રામ સોનુ મળી આવ્યું છે.

ગોલ્ડ ગાંધીનગરમાં R & Bના અધિકારી નિપુણ ચોકસી પાસેથી ACBએ જપ્ત કર્યા સવા બે કરોડ રોકડા

ACBમાં સમગ્ર શિક્ષણ અભિયાન અંતર્ગત ફરિયાદ મળી હતી. આરોપી નિપુણ ચંદ્રવદન ચોકસી સામે આ કેસમાં ફરિયદ થઇ છે. નિપુણ ચંદ્રવદન ચોકસી દ્વારા પાટણમાં સમગ્ર શિક્ષણ અભિયાનના કોન્ટ્રાકટ માટે લાંચ માંગવામાં આવી હતી. નિપૂણ ચોક્સી જે તે સમયે 40 હજાર પાટણમાં લેતા ઝડપાયા હતા. ગાંધીનગરમાં પણ આરોપી લાંચ લેતા ઝડપાયા હતા. આરોપીઓ અગાઉ લાંચ સ્વરૂપે 4 લાખ લઈ ચુક્યા છે.