Accident/ પ્રાંતિજ પાસે સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનામાં 1 નું મોત, 4 ગંભીર

પ્રાંતિજના મજરા પાસે થયેલા આ અકસ્માતમાં એક સાથે ત્રણ ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાતા એનું મોત થયું છે અને ચાર લોકોને ગંભીર ઈજાઓ થઈ છે.

Gujarat Others
a 60 પ્રાંતિજ પાસે સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનામાં 1 નું મોત, 4 ગંભીર

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓમાં મોટો વધારો થઇ રહ્યો છે અને આ ઘટનાઓમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે આ જ પ્રકારનો એક ગોઝારો અકસ્માત સાબરકાંઠાના પ્રાંતિજના મજરા પાસે થયો છે.

આ પણ વાંચો : કાંકરિયા રાઈડ દુર્ઘટનાના મુખ્ય આરોપીના ભાઈને ટિકિટ આપતા વિવાદ

પ્રાંતિજના મજરા પાસે થયેલા આ અકસ્માતમાં એક સાથે ત્રણ ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત થયું છે અને ચાર લોકોને ગંભીર ઈજાઓ થઈ છે.

આ પણ વાંચો : જામનગરમાં કોંગ્રેસ – ભાજપ બનેં ચિંતીત, ભારે રાજકીય ઉથલ પાથલનાં એંધાણ

પ્રાપ્ત અહેવાલ મુજબ, પ્રાંતિજના મજરા ચોકડી નજીક શનિવાર સવારે અમદાવાદ તરફથી આવતી સીએનજી ગેસની ગાડી, પશુધાસ ચારો ભરેલ આઈસર તથા પીકઅપ ડાલા વચ્ચે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો : તાલુકા-જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી માટે 3 દિવસ મળશે ભાજપની પાર્લામેન્ટરી બેઠક

આ અકસ્માતમાં ટક્કર એટલી ભયાનક હતી કે એક CNG કારમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના પગલે ત્રણ ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ છે, જેમાં કારમાંથી ન નિકળી શકતા મહિલાનુ મોત થયું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ