Sanand News/ સાણંદના સનાથલ-ચાંગોદર રોડ પર સર્જાયો અકસ્માત

સાણંદમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મોત નીપજયું છે, આ વ્યક્તિ રોડ પાર કરી રહ્યો હતો ત્યારે ચાંગોદર તરફથી આવતા અજાણ્યા વાહને તેને ટક્કર મારી દીધી હતી.

Top Stories Gujarat Breaking News

Sanand News: સાણંદમાં આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો છે. સનાથલ-ચાંગોદર રોડ પર નવાપુરા બ્રિજની નજીક અજાણ્યા વાહનની ઝડપી ટક્કરથી એક વ્યક્તિનું મોત થયું છે. આ હિટ-એન્ડ-રનની ઘટના બન્યા પછી વાહન ચાલક તુરંત ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક વ્યક્તિના સિક્યુરિટી ગાર્ડ હોવાનું અનુમાન વ્યક્ત થયું છે, જેની ઓળખ અને પરિવારની વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી.

અજાણ્યા વાહને ટક્કર મારતાં એક વ્યક્તિનું મોત

ઘટના આજે સવારે આશરે 6 વાગ્યે બની હતી. મળતી માહિતી અનુસાર, આ વ્યક્તિ રોડ પાર કરી રહ્યો હતો ત્યારે ચાંગોદર તરફથી આવતા અજાણ્યા વાહને તેને ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી તીવ્ર હતી કે વ્યક્તિ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો.બનાવની જાણ થતાં 108 ઘટના સ્થળે પહોચી હતી.માહિતી અનુસાર, “આ વિસ્તારમાં વાહનોની ઝડપ અને રોડની સ્થિતિને કારણે અકસ્માતો (Accident) વારંવાર બને છે.

અકસ્માતોની જાણે હારમાળા સર્જાઈ છે. બે દિવસ પહેલા અમદાવાદના (Ahmedabad) પૂર્વ વિસ્તારમાં  48 કલાકમાં પાંચના મોત થયા હતા . સિંગરવા ભુવલડી ગામ નજીક એક કાર ચાલકે રસ્તાની બાજુમાં કામ કરતા મજૂરોને ટક્કર મારી હતી, જેમાં એક મજૂરનું મોત થયું હતું અને ત્રણ અન્ય ઘાયલ થયા હતા. ઉપરાંત, દાણીલીમડામાં, એક્ટિવા પર મુસાફરી કરી રહેલુ એક દંપતી પણ અકસ્માતનો ભોગ બન્યું હતું.આ સિવાય નારોલમાં, એક લોડિંગ ટેમ્પો ચાલકે એક વૃદ્ધ રાહદારીને ટક્કર મારી હતી. હીરાવાડી નજીક બે ટુ-વ્હીલર વચ્ચે ટક્કરમાં એક યુવાનનું મોત થયું હતું અને બીજો ઘાયલ થયો હતો.

અમદાવાદ ગ્રામીણ જિલ્લા ટ્રાફિક શાખા અને સાણંદ પોલીસ સ્ટેશન દ્વારા દાદાગ્રામ આશ્રમશાળા, સાણંદ ખાતે માર્ગ અકસ્માત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ અકસ્માતોમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો અને માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાનો હતો.સંસ્થાના વડા જેસિંગભાઈ અને ગૌતમભાઈ રાવલ, જિલ્લા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ અને સાણંદ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સહિત આશ્રમશાળાના લગભગ 100 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન, માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઉપસ્થિતોને માર્ગ અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાના મહત્વ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા.જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઈ આર.યુ. જાલા, સાણંદ પોલીસ સ્ટેશનના પીએસઈ આર.એચ. ચાવડા અને બાવળા એઆરટીઓ પી.બી. ખરાડી આ પ્રસંગે હાજર રહ્યા હતા. તેમણે ટ્રાફિક નિયમો અને માર્ગ સલામતી વિશે વિગતવાર સમજાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાણંદમાં VIP દારૂની પાર્ટી પર પોલીસનો દરોડો, દારૂમાં ધુત થયેલ 50 જેટલા યુવાનો ઝડપાયા!

આ પણ વાંચો:સાણંદના મોડાસરમાં ઇલેક્ટ્રિક થાંભલામાં ધડાકા: ગામ આખું અંધકારમય બન્યું

આ પણ વાંચો:સાણંદમાં IPLની મેચ પર સટ્ટા સાથે દારૂની મહેફિલ માણતા સાત શખ્સો ઝડપાયા