Ahmedabad News/ ધોળકા-બગોદરા હાઈવે પર અકસ્માત, 3નાં મોત

અકસ્માત(Accident) એટલો ભયાનક હતો કે બે થી ત્રણ વીજપોલ તૂટીને નીચે પડી ગયા હતા

Gujarat Ahmedabad
અમદાવાદ જિલ્લામાં દુઃખદ અકસ્માત(Accident)ની ઘટના સામે આવી છે

Ahmedabad News : અમદાવાદ જિલ્લામાં દુઃખદ અકસ્માત(Accident)ની ઘટના સામે આવી છે. ધોળકા-બગોદરા હાઈવે પર વાલથેરા ગામ નજીક સ્કોર્પિયો કાર પલ્ટી ખાઈ જતાં 3 લોકોનાં મોત નિપજ્યા છે, જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત બન્યા છે.

મળતી માહિતી મુજબ, ભમાસરા ગામે સગાઈ પ્રસંગે જતાં 8 લોકો કારમાં સવાર હતા. દરમિયાન ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલ્ટી મારી હતી અને રસ્તા કિનારે આવેલા વીજપોલ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બે થી ત્રણ વીજપોલ તૂટીને નીચે પડી ગયા હતા.

આ બનાવને કારણે સગાઈની ખુશી પળવારમાં જ માતમમાં ફેરવાઈ ગઈ. ઘટનાની જાણ થતાં તરત જ વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો જેથી વધુ નુકસાન ટાળવામાં આવે.

ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકના CHC ખાતે ખસેડવામાં આવ્યા છે. કોઠ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને અકસ્માતના ચોક્કસ કારણોને લઈને વધુ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.


આ પણ વાંચો : વડોદરાના જામ્બુવા બ્રિજ પાસે ગોઝારો અકસ્માત, સુરતથી ભાવનગર જતા 3 યુવકોના મોત, 2 ગંભીર રીતે ઇજાગ્રસ્ત

આ પણ વાંચો : હિંમતનગર નજીક ભયાનક અકસ્માત, મિની બસ-કાર અથડામણમાં 6ના મોત, અનેક ઘાયલ

આ પણ વાંચો : પંચમહાલ જિલ્લામાં કાલોલ નજીક થયેલા અકસ્માતમાં કાર ચાલકે અંકુશ ગુમાવતા ચારના મોત