સુરેન્દ્રનગર/ લીંબડી સબ જેલની દીવાલ કૂદી હત્યાનો આરોપી ફરાર

સુરેન્દ્રનગરની લીંબડી સબ જેલની દીવાલ કૂદી અને હત્યાનો આરોપી ફરાર થઇ જતા પોલિસ બેડામાં દોડધામ મચી જવા પામી છે જેમાં બાબુ ઉર્ફે ટાપુડીયો પરમાર નામનો હત્યા કેસમાં સજા ભોગવી રહેલો આરોપી સબ જેલની દીવાલ કૂદી ફરાર બન્યો હતો

Gujarat
5 37 લીંબડી સબ જેલની દીવાલ કૂદી હત્યાનો આરોપી ફરાર

સુરેન્દ્રનગરની લીંબડી સબ જેલની દીવાલ કૂદી અને હત્યાનો આરોપી ફરાર થઇ જતા પોલિસ બેડામાં દોડધામ મચી જવા પામી છે. જેમાં બાબુ ઉર્ફે ટાપુડીયો પરમાર નામનો હત્યા કેસમાં સજા ભોગવી રહેલો આરોપી સબ જેલની દીવાલ કૂદી ફરાર બન્યો હતો. આથી સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી સબ જેલ ફરી ચર્ચામાં આવી છે.

સુરેન્દ્રનગરની લીંબડી સબ જેલની દીવાલ કૂદી અને હત્યાનો આરોપી ફરાર થઇ જતા પોલિસ બેડામાં દોડધામ મચી જવા પામી છે. જેમાં લીંબડી સબજેલનો જેલર અને સ્ટાફ સૂતો રહ્યો અને આરોપી દીવાલ કૂદી નાસી છૂટ્યો હતો. હાલ પોલિસ તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ હાઇવે પર નાકાબંધી કરવામાં આવી છે.

આ ‍અંગેની પ્રાપ્ત વિગતાનુસાર બાબુ ઉર્ફે ટાપુડીયો પરમાર નામનો હત્યા કેસમાં સજા ભોગવી રહેલો આરોપી સબ જેલની દીવાલ કૂદી ફરાર બન્યો હતો. આથી સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક લીંબડી પોલીસ પણ કામે લાગી છે. ત્યારે બીજી બાજુ પોલીસ કામગીરી પર પણ સવાલ ઉભા થયા છે. ત્યારે સુરેન્દ્રનગરની લીંબડી સબ જેલની દીવાલ કૂદી અને હત્યાનો આરોપી ફરાર થઇ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.