Gujarat High Court/ કરોડો રૂપિયાના ખંડણીના ગુનામાં આરોપીએ કરી જામીન અરજી

સુરતમાં અપહરણ અને ૮ કરોડની ખંડણી ના ગુનામાં આરોપી સઈદ ખાન પઠાણે ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. ગુનો બન્યા બાદ ફરિયાદમાં નામ આવતાં પોલીસ ધરપકડ કરશે તે બીકથી આરોપીએ બનાવના દોઢ વર્ષ બાદ ગુજરાત હાઇકોર્ટમાં પોતાના વકીલ ઉત્કર્ષ દવે મારફતે આગોતરા જામીન અરજી દાખલ કરી છે.  જામીન અરજીમાં આરોપીએ પોતે બેકસૂર હોવાની રજૂઆત […]

Ahmedabad Gujarat
Untitled 60 કરોડો રૂપિયાના ખંડણીના ગુનામાં આરોપીએ કરી જામીન અરજી

સુરતમાં અપહરણ અને ૮ કરોડની ખંડણી ના ગુનામાં આરોપી સઈદ ખાન પઠાણે ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. ગુનો બન્યા બાદ ફરિયાદમાં નામ આવતાં પોલીસ ધરપકડ કરશે તે બીકથી આરોપીએ બનાવના દોઢ વર્ષ બાદ ગુજરાત હાઇકોર્ટમાં પોતાના વકીલ ઉત્કર્ષ દવે મારફતે આગોતરા જામીન અરજી દાખલ કરી છે.  જામીન અરજીમાં આરોપીએ પોતે બેકસૂર હોવાની રજૂઆત કરીને જામીન મેળવવા માટેના લેખિત પુરાવા પણ રજૂ કર્યા છે.આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં વધુ સુનવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

શું હતો સમગ્ર મામલો?

વર્ષ 2019 દરમિયાન સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં અપહરણ અને ખંડણીની ફરિયાદ દાખલ થઈ હતી. ફરિયાદી નવાઝ અમીન કે જે મોબાઇલ એસેસરીઝ નો ધંધો ધરાવે છે. અને ઓનલાઇન નો પણ વેપાર કરે છે. તેમનો ચાર ઈસમોએ  મળીને અપહરણ કર્યો હતો. આરોપીઓએ ફરિયાદીનું અપહરણ કરીને ૮ કરોડની ખંડણી માંગી હતી. જે મામલે ફરિયાદી અને આરોપીઓ વચ્ચે રકઝક થતાં આરોપીઓએ ફરિયાદીને ચાલુ ગાડીમાં માર માર્યો હતો. ગભરાઈ ગયેલા ફરિયાદીએ ૫૦ લાખની માતબર રકમ આપવા માટેની પોતાની ત્યારીઓ દેખાડી હતી. ફરિયાદીએ પોતાના મિત્ર કે જે આંગણિયા પેઢી ધરાવે છે તેમને ફોન કરીને ૫૦ લાખ રૂપિયા એક પાર્ટીના નામે આપી દેવાનું જણાવ્યું હતું. જેથી આંગણિયા પેઢીએ વસીમ અકરમ ને રોકડા રૂપિયા ૫૦ લાખ આપ્યા હતા.રૂપિયા મળી ગયા બાદ આરોપીઓએ ફરિયાદીને છોડી મૂક્યો હતો. હેબતાઈ ગયેલા ફરિયાદીએ પોતાનો જીવ બચાવ્યા બાદ સોથી પહેલા તેઓ પોતાના ઘરે ગયા હતા અને પોતાના ભાઈને બધી વિગતો આપીને પોલીસ ફરિયાદ કરવી કે ન કરવી તેની સલાહ લીધી હતી.

બંને ભાઈઓએ અંદર અંદર ચર્ચા કરીને ચારેય ઈસમો સામે ફરિયાદ  કરવાનું નક્કી કર્યું હતું. જેથી તેઓ રાંદેર પોલીસ સ્ટેશન ગયા હતા. જ્યાં તેમણે સઈદ ખાન, અફરોજ દલાલ , વસીમ અકરમ અને અઝહર સામે કાયદેસરની અપહરણ અને ખંડણી માંગવાની ફરિયાદ નોંધાવી હતી.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો