ગોંડલ/ આરોપીને ટીડીઓ કચેરીમાં હંગામી ધોરણે ફરજ બજાવતા શખ્સે અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર કાઢી આપ્યું તો બંને વિરુદ્ધ ગુનો નોંધાયો

વિશ્વાસ ભોજાણી-મંતવ્ય ન્યુઝ ગોંડલ તાલુકાના હડમતાળા ગામે રહેતા એસ્ટ્રોસીટીના આરોપીએ આગોતરા જામીન અરજી માટે ગોંડલ કોર્ટમાં પોતે અનુસૂચિત જનજાતિ માં આવતા હોવાનું પ્રમાણપત્ર રજુ કરતા કોર્ટને શંકા જતા ખરાઈ કરવાની તપાસ નો આદેશ પોલીસને કરતા આરોપીએ એનકેન પ્રકારેણ ટીડીઓ ઓફિસમાં હંગામી ધોરણે ફરજ બજાવતા શખ્સ પાસેથી પ્રમાણપત્ર કઢાવ્યું હોવાનું બહાર આવતા પોલીસે બંનેની ધરપકડ કરી […]

Gujarat Others
Untitled 348 આરોપીને ટીડીઓ કચેરીમાં હંગામી ધોરણે ફરજ બજાવતા શખ્સે અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર કાઢી આપ્યું તો બંને વિરુદ્ધ ગુનો નોંધાયો

વિશ્વાસ ભોજાણી-મંતવ્ય ન્યુઝ

ગોંડલ તાલુકાના હડમતાળા ગામે રહેતા એસ્ટ્રોસીટીના આરોપીએ આગોતરા જામીન અરજી માટે ગોંડલ કોર્ટમાં પોતે અનુસૂચિત જનજાતિ માં આવતા હોવાનું પ્રમાણપત્ર રજુ કરતા કોર્ટને શંકા જતા ખરાઈ કરવાની તપાસ નો આદેશ પોલીસને કરતા આરોપીએ એનકેન પ્રકારેણ ટીડીઓ ઓફિસમાં હંગામી ધોરણે ફરજ બજાવતા શખ્સ પાસેથી પ્રમાણપત્ર કઢાવ્યું હોવાનું બહાર આવતા પોલીસે બંનેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના હડમતાળા ગામે રહેતા વિક્રમ ઉર્ફે વસંત મંગાભાઈ ભરવાડ વિરુદ્ધ વર્ષ 2020માં એસ્ટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો આ ગુનાના કામે આગોતરા જામીન અરજી માટે તેણે ગોંડલ કોર્ટમાં અનુસૂચિત જનજાતિમાં આવતા હોવાનું જણાવી પ્રમાણપત્ર રજૂ કર્યું હતું પરંતુ પ્રમાણપત્રમા કોર્ટને શંકા જતા ખરાઇ કરવા તાલુકા પોલીસને આદેશ કરતા પીએસઆઇ એમ જે પરમાર દ્વારા તપાસના ચક્રોગતિમાન કરાયા હતા જેમાં બહાર આવ્યું હતું કે અનુસૂચિત જનજાતિ નું પ્રમાણ કાઢવાની સતા તાલુકા વિકાસ અધિકારીની કચેરીને ન હોવા છતાં એને કેન પ્રકારેણ ટીડીઓ ઓફિસના હંગામી કર્મચારી જયદીપ વિજયભાઈ ડોડીયા રહે દાળિયા તાલુકો ગોંડલ વાળા એ કાઢી આપ્યા હોવાનું બહાર આવતા તાલુકા પોલીસે આઈપીસી કલમ 408 465 ૪૬૮ ૪૭૧ ૧૧૪ મુજબ ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી

એટ્રોસિટી નો આરોપી વિક્રમ વસંત મંગાભાઈ ભરવાડ રહે હરમતાળા વાળો વર્ષ 2018 થી અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર ધરાવતો હોય સરકારના કયા કયા લાભ મેળવ્યા છે તેમજ પોતાના અન્ય પરિવારના કોઈ સભ્યને પ્રમાણ પત્ર મળેલ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરાઇ છે ઉપરાંત હંગામી કર્મચારી એ આવા કેટલા પ્રમાણપત્ર ઇસ્યુ કર્યા છે અને આવા પ્રમાણપત્રના આધારે કેટલા લોકોએ સરકારની યોજનાના લાભ લીધા છે તેમજ અન્ય કોઈ સહકર્મચારી સંડોવાયા છે કે કેમ તે અંગે આરોપીઓની રિમાન્ડ માંગવામાં આવનાર છે