Not Set/ મોરબીમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કેસનો આરોપી ઝારખંડ થી ઝડપાયો, ટેકનોલોજી કામે લાગી

મોરબીની સિરામિક ફેક્ટરીમાંથી 7 વર્ષની બાળકીના મૃતદેહના કિસ્સામાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. માતા-પિતાની ફરિયાદ આધારિત પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી

Top Stories Gujarat
1

મોરબીની સિરામિક ફેક્ટરીમાંથી 7 વર્ષની બાળકીના મૃતદેહના કિસ્સામાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. માતા-પિતાની ફરિયાદ આધારિત પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા હતા. આ કેસમાં પોલીસે બાળકીની હત્યા અને દુષ્કર્મના આરોપમાં ઝારખંડથી એક વ્યક્તિની ધરપકડ કરી છે.

1
2

મતગણતરીની અલગ-અલગ તારીખને લઈને કોંગ્રેસ કોર્ટમાં જશે, ભાજપના દબાણમાં નિર્ણય લેવાયો : અમિત ચાવડા

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્લાસ્ટિકની બેગમાં દોરીથી બાંધેલી હાલતમાં 7 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીના મૃતદેહની હાલત જોયા બાદ પોલીસે FSLની મદદ લીધી હતી. અને રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો.જેથી મોરબીની બાળકી સાથે થયેલા દુષ્કર્મના કેસમાંઝારખંડ સુધી પોલીસે પોતાની પહોંચ લગાવી આરોપીની ધરપકડ કરી લીધી છે. બાળકીના માતા-પિતા પણ ફેક્ટરીમાં શ્રમિક હતા. તો બાળકીનું અપહરણ કરનાર આરોપી પણ ફેક્ટરીમાં જ કામ કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Cricket / અમદાવાદના મોટેરામા ઇંગ્લેન્ડ સાથે T-20 માં બાથ ભીડશે ઇન્ડિયા, 12 માર્ચથી પાંચ દિવસની યાદી જાહેર

આરોપી દુર્ગા ચરણ નામના શખ્સની ધરપકડ બાદ પોલીસ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની ધરપકડ બાદ કેટલીક બાબતનો ખુલાસો પણ થયો છે. આરોપીએ બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી હતી. જે બાદ દુષ્કર્મ આચર્યું હતું. આ આરોપીને ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે દિવસ અને રાત એક કરી ભારે તપાસ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ તપાસમાં ટેકનોલોજીનો પણ સહારો લેવામાં આવી રહ્યો હતો એવામાં CCTVના આધારે પણ પોલીસને આરોપી સુધી પહોંચવામાં મદદ મળી છે.

Political / કેન્દ્રમાં અમારો પક્ષ બનશે તો GSTને નવું સ્વરૂપ આપીશું : રાહુલ ગાંધી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…