Surat News/ સુરતના સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા વિસ્પી ખરાદીના નામે વધુ એક સિદ્ધિ

સુરતના સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા વિસ્પી ખરાદીએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. કરાટે ચેમ્પિયન વિસ્પી ખરાદીના નામે આ 17મો રેકોર્ડ થયો છે. કરાટે ચેમ્પિયન વિસ્પી ખરાદીએ અટારી બોર્ડર પર આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેમણે 261 કિલોના સ્ટીલના થાંભલાને 1.07 સેકન્ડ સુધી પકડ્યો હતો.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરતના સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા વિસ્પી ખરાદીએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. કરાટે ચેમ્પિયન વિસ્પી ખરાદીના નામે આ 17મો રેકોર્ડ થયો છે. કરાટે ચેમ્પિયન વિસ્પી ખરાદીએ અટારી બોર્ડર પર આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેમણે 261 કિલોના સ્ટીલના થાંભલાને 1.07 સેકન્ડ સુધી પકડ્યો હતો.

આ રેકોર્ડ નોંધાવીને સુરત આવેલા વિસ્પી ખરાદીએ જણાવ્યું હતું કે તેમનો આ રેકોર્ડ ભારતીય શહીદોને અને ભારતીય લશ્કરના જવાનોને અર્પણ છે. તેમણે જણાવ્યું હતું કે લશ્કરના હજારો જવાનો અને જંગી જનમેદની વચ્ચે આ પ્રકારનો રેકોર્ડ કરવો અનોખો અનુભવ રહ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દરેક ભારતીયે જીવનમાં કમસેકમ એક વખત અટારી બોર્ડરની મુલાકાત તો જરૂર લેવી જ જોઈએ. તેમનું કહેવું હતું કે આજે જો દેશપ્રેમની ભાવનાની જ્યોત ઝળહળતી રાખવી હોય તો અટારી બોર્ડરથી શ્રેષ્ઠ સ્થળ બીજું કોઈ નથી. આજે ભારતીયો અને તેમા પણ ખાસ કરીને યુવાનો દેશ છોડીને વિદેશ જઈ રહ્યા છે, તેઓ જાણે આ દેશમાં કશું જ નથી તે રીતે વર્તી રહ્યા છે. આ બધા લોકોએ તો ખાસ અટારી સરહદની મુલાકાત લઈને દેશના જવાનો કેટલી વિપરીત સ્થિતિમાં દેશનું રક્ષણ કરે છે તે જોવું જોઈએ.

તેમણે જણાવ્યું હતું કે આજના યુવાનોમાં ફિઝિકલ ફિટનેસને લઈને બેદરકારી જોવા મળે છે. તે અમારા લોકોની તુલનાએ ઓછા ફિટ છે. તેથી તેઓને ફિટનેસ માટે પ્રેરણા આપવા માટે મેં આ રેકોર્ડ કર્યો હતો. જો હું આટલો ફિટ હોય તો યુવાનો કેમ ફિટ ન રહી શકે.

તેમની પત્ની ફરજાનાએ પણ જણાવ્યું હતું કે વિસ્પી હંમેશા બીજા માટે પ્રેરણાદાયક રહ્યા છે. તેમણે સુરતી લાલાઓ જમણની સાથે ફિટનેસ પર પણ ધ્યાન આપે તેનો આગ્રહ કર્યો છે. દેશના યુવાનનું સારું અને સ્વસ્થ શરીર સ્વસ્થ સમાજ બનાવે છે તથા સ્વસ્થ સમાજ સ્વસ્થ દેશ બનાવે છે. તેથી વિસ્પી હંમેશા હેલ્થી લાઇફસ્ટાઇલ પર ભાર મૂકતા રહ્યા છે. હું પત્ની તરીકે તેમની આ પ્રકારના દરેક પ્રવૃત્તિમાં સમર્થક રહી છું, તેમના મોટાભાગના બધા રેકોર્ડની હું સાક્ષી રહી છું. મારા માટે આ અદભુત અનુભવ રહ્યો છે. હું આજની નારી તરીકે પતિની સાથે ચાલીને તેમના દરેક કાર્યમાં સહભાગી થાઉં છું અને તેમની સફળતામાં યોગદાન આપવા પ્રયત્ન કરું છું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત (Surat) ક્રિકેટ સ્ટેડિયમના કોન્ટ્રાકટરના 2.92 કરોડના ચીટિંગ કેસમાં સુરત કોર્ટે જામીન નામંજૂર કર્યા

આ પણ વાંચો:SURAT: સુરતમાં પહેલાં રખડતા ઢોર અને હવે કૂતરાંઓનો આતંક, 4 થી વધુ લોકો ઘાયલ

આ પણ વાંચો:Surat/ શહેરની સ્મીમર હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી આવી સામે, કોવિડ વોર્ડમાં ભરાયું પાણી