Not Set/ સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસ અને મૃત્યુઆંકમાં વધારો, ભારતમાં પણ વધી ચિંતા

વિશ્વભરમાં કોરોના વાયરસનાં કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાનાં વૈશ્વિક કેસો વધીને 18.37 કરોડ થઇ ગયા છે, જ્યારે આ મહામારીથી મૃત્યુઆંક વધીને 39.7 લાખ થઈ ગયો છે.

Top Stories Trending
11 102 સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસ અને મૃત્યુઆંકમાં વધારો, ભારતમાં પણ વધી ચિંતા

વિશ્વભરમાં કોરોના વાયરસનાં કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાનાં વૈશ્વિક કેસો વધીને 18.37 કરોડ થઇ ગયા છે, જ્યારે આ મહામારીથી મૃત્યુઆંક વધીને 39.7 લાખ થઈ ગયો છે. વળી, આ મહામારી ટાળવા માટે વિશ્વભરમાં 3.1 અબજથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ આ માહિતી આપી છે.

11 103 સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસ અને મૃત્યુઆંકમાં વધારો, ભારતમાં પણ વધી ચિંતા

રાજકારણ / ભાગવતનાં નિવેદન પર ઓવૈસીનો વળતો પ્રહાર, કહ્યુ- આ નફરત હિન્દુત્વની ઉપજ

સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસ

સોમવારે સવારે યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઇ) એ તેના તાજેતરનાં અપડેટમાં જણાવ્યું છે કે, હાલનાં વૈશ્વિક કોરોનાવાયરસ કેસ અને મૃત્યુઆંક અનુક્રમે વધીને 18,10,43,626 અને 39,22,071 પર પહોંચી ગયા છે. યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ અનુસાર, દુનિયાનાં સૌથી વધારે કેસ અને મોતની સંખ્યા અનુક્રમે- 18,37,29,671 અને 39,75,948 થઇ ગઇ છે. જ્યારે કુલ 3,19,05,17,708 લોકોને રસી આપવામાં આવી છે. સીએસએસઈ અનુસાર, દુનિયાનાં સૌથી વધુ કેસ અને મોતની સંખ્યા અમુક્રમેઃ 3,37,16,933 અને 6,05,526 ની સાથે અમેરિકા સૌથી વધુ પ્રભાવિત દેશ આજે પણ છે. સંક્રમણનાં મામલામાં ભારત 3,05,45,433 કેસ સાથે બીજા ક્રમે છે. 30 લાખથી વધુ કેસ ધરાવતા અન્ય સૌથી વધુ અસરગ્રસ્ત દેશો બ્રાઝિલ (1,87,69,808), ફ્રાંસ (58,48,171), રશિયા (55,44,209), તુર્કી (54,40,368), યુકે (49,20,162), આર્જેન્ટિના (45,35,473), કોલમ્બિયા (43,50,495), ઇટાલી (43,50,495), ઇટાલી (43,50,495), સ્પેન (38,33,868), જર્મની (37,38,470) અને ઈરાન (32,54,818) છે. મૃત્યુનાં સંદર્ભમાં, બ્રાઝિલ 5,24,417 મૃત્યુ સાથે બીજા ક્રમે છે. ભારતમાં (4,02,005), મેક્સિકો (2,33,580), પેરુ (1,93,069), રશિયા (1,35,637), યુકે (1,28,486), ઇટાલી (1,27,649), ફ્રાંસ (1,11,314) અને કોલમ્બિયા (1,08,896) માં 1,00,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

11 104 સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસ અને મૃત્યુઆંકમાં વધારો, ભારતમાં પણ વધી ચિંતા

સંબોધન / PM મોદી આજે કોવિન ગ્લોબલ કોન્કલેવને કરશે સંબોધન, પોતાના મંતવ્ય રજૂ કરશે

ભારતમાં કોરોનાનાં કેસ

ભારતમાં કોવિડ-19 નો કહેર આજે પણ યથાવત છે. દરરોજ કોરોનાનાં કેસોની પુષ્ટિ થઈ રહી છે અને આ બિમારીથી મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે. દરમ્યાન, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના મહામારીનાં 39,796 નવા કેસોની પુષ્ટિ થઈ હતી અને 723 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરનાં આંકડા મુજબ, દેશભરમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 3,05,85,229 થઇ ગઇ છે અને મૃત્યુઆંક 4,02,728 પર પહોંચી ગઇ છે. દેશમાં કોરોના વાયરસનાં 1.58 ટકા એક્ટિવ કેસ છે. દૈનિક પોઝિટિવિટી રેટ 2.61 ટકા છે અને રિકવરી દર 97.11 ટકા છે. મળતી માહિતી મુજબ, દેશમાં કોવિડ-19 ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 4,82,071 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કુલ 42,352 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જે અત્યાર સુધીમાં કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,97,00,430 પર લઈ ગઈ છે. સવારે 7 વાગ્યા સુધી જાહેર કરવામાં આવેલા રસીકરણનાં આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કુલ 35,28,92,046 લોકોને રસી આપવામાં આવી છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 14,81,583 લોકો રસી અપાયા છે.