સુરત શહેરને સ્વચ્છ રાખવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા હવે રસ્તા પર પાન મસાલા ખાઈને થુકનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સુરત મહાનગરપાલિકા અગ્રેસર રહેવા માટે ખૂબ જ પ્રયાસો કરી રહી છે. ત્યારે જાહેર રસ્તા પર કચરો ફેંકતા લોકો સામે અગાઉ કાર્યવાહી કરવામાં આવી હતી અને તેવામાં હવે રસ્તા પર થુંકીને શહેરને ગંદુ કરનારા લોકો સામે પણ હવે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલીની અગ્રવાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે તેમાં સાત દિવસના સમયમાં જ અલગ અલગ વિસ્તારમાંથી 88 જેટલા વાહન ચાલકો સામે ઇ મેમો આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવેથી જે પણ વ્યક્તિ રસ્તા પર થૂકશે તેની સામે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને આવા લોકો કે વાહન ચાલકો પર નજર રાખવા માટે સુરત મહાનગરપાલિકાના 2500 અને પોલીસ તંત્રના 750 સીસીટીવી કેમેરા મળીને કુલ 3250 સીસીટીવી કેમેરાથી ગમે ત્યાં થુકનારા લોકો પર નજર રાખવામાં આવશે.
મહત્વની વાત છે કે પહેલી વખત થુંકનારા વ્યક્તિને 100 દંડ કરવામાં આવશે અને બીજી વખત થુંકતા પકડાશે તો તે જ વ્યક્તિને 250 રૂપિયા દંડ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ ઈ મેમો મળ્યાના સાત દિવસમાં દંડ નહીં ભરે તો પોલીસ કેસ પણ કરવાની કાર્યવાહી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે અને આ કાર્યવાહી અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ સાત દિવસમાં 88 વાહન ચાલકોને ઈ મેમો આપ્યો છે.
આ પણ વાંચો:/જામનગરમાં આ સ્થળોએ ડ્રોન ઉડાડ્યું તો સીધા જેલભેગા થશો, વાંચો કેમ?
આ પણ વાંચો:સુરત/ડાયમંડ સિટીમાં તહેવારના વચ્ચે કર્ફ્યૂ જેવો માહોલ
આ પણ વાંચો:Organic Farming/જામનગરના ગુલાબની સુગંધ પહોંચી છે 11,000 કિમી દૂર આવેલા કેનેડા સુઘી