અવસાન/ બોલિવૂડ ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવનાર અભિનેતા અરુણ બાલીનું 79 વર્ષની વયે નિધન

બોલિવૂડ ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવનાર અભિનેતા અરુણ બાલીનું આજે નિધન થયું છે. અરુણ બાલીએ 79 વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા

Top Stories Entertainment
4 10 બોલિવૂડ ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવનાર અભિનેતા અરુણ બાલીનું 79 વર્ષની વયે નિધન

બોલિવૂડ ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવનાર અભિનેતા અરુણ બાલીનું આજે નિધન થયું છે. અરુણ બાલીએ 79 વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર અરુણ બાલીનું સવારે 4.30 વાગ્યે નિધન થયું હતું. તેઓ ઘણા સમયથી બીમાર હતા.  નોંધનીય છે કે  અરુણ બાલીએ ઘણા દિગ્ગજ કલાકારો સાથે પણ કામ કર્યું છે.

અરુણ બાલીને પણ થોડા મહિના પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, અરુણ બાલી માયસ્થેનિયા ગ્રેવિસ નામની દુર્લભ બીમારી સામે લડી રહ્યા હતા. આ એક સ્વયંપ્રતિરક્ષા રોગ છે. જે જ્ઞાનતંતુઓ અને સ્નાયુઓ વચ્ચે સંચાર નિષ્ફળતાને કારણે થાય છે.અરુણ બાલીએ ફિલ્મોથી લઈને ટીવી સુધી ઘણી સિરિયલો કરી છે. તેમના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી, ઘણા સેલેબ્સ અને ચાહકો સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે. ચાહકો તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે  કે અરુણ બાલીએ પોતાના કરિયરની શરૂઆત 90ના દાયકામાં કરી હતી. તેણે રાજુ બન ગયા જેન્ટલમેન, ખલનાયક, જબ વી મેટ, ફૂલ ઔર અંગારે, કેદારનાથ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.