જાહેરાત/ તમિલનાડુમાં દક્ષિણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે અભિનેતા કમલ હાસન

આગામી  એપ્રિલમાં દેશના ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારેતમિલનાડુમાં પણ ચૂંટણીને લઈને રાજકીય ઊથલપાથલ જોવા મળી રહી છે તેની વચ્ચે હવે ફિલ્મઅભિનેતા કમલ હાસને  પણ એક મહત્વનો નિર્ણય કર્યો છે. મક્કલ નિધિ

Top Stories India
kamal hasan 1 તમિલનાડુમાં દક્ષિણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે અભિનેતા કમલ હાસન

આગામી  એપ્રિલમાં દેશના ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે તમિલનાડુમાં પણ ચૂંટણીને લઈને રાજકીય ઊથલપાથલ જોવા મળી રહી છે તેની વચ્ચે હવે ફિલ્મઅભિનેતા કમલ હાસને  પણ એક મહત્વનો નિર્ણય કર્યો છે. મક્કલ નિધિ મય્યમ (MNM) પાર્ટીના સ્થાપક અને ફિલ્મ અભિનેતા કમલ હાસન તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં કોઈમ્બતુર  દક્ષિણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.છેલ્લા ઘણા સમયથી રાજકીય વર્તુળોમાં કમલ હસનની વિધાનસભાની ચૂંટણી કઈ બેઠક પર લડશે તે અંગે અટકળો થઇ રહી હતી જેને હવે પૂર્ણવિરામ મૂકાયું છે. આ પહેલા કમલ હાસને  તમિલનાડુની ચૂંટણી માટે તેમની પાર્ટીના 70 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. કમલ હાસનની પાર્ટીએ તમિળનાડુની 234 વિધાનસભા બેઠકોમાંથી 154 બેઠક લડવાની જાહેરાત કરી છે.

બેજવાબદારીભર્યું નિવેદન / કોરોના કાળમાં પણ આ રાજ્યમંત્રીએ યોજી શિવજી કી સવારી, જણાવ્યું કોરોના ફેલાય તો શિવજી જવાબદાર

 

MNM પાર્ટીએ પૂર્વ રાષ્ટ્રપતિ દિવંગત એપીજે અબ્દુલ કલામના પૂર્વ સહાયકને પણ ટિકિટ આપી છે. મક્કલ નિધિ મય્યમ અભિનેતા આર સરથ કુમારની આગેવાનીવાળી પાર્ટી એઆઈએસએમકે (AISMK)અને લોકસભાના સભ્ય પરિવન્દરની આઈજેકે (IJK) સાથે મળીને ચૂંટણી લડી રહી છે. પાર્ટીએ વૈજ્ઞાનિક અબ્દુલ કલામના ભૂતપૂર્વ સાથીદાર વી.પોનરાજને ચેન્નાઇની અન્નનગર બેઠક પરથી ટિકિટ આપી છે જ્યારે પૂર્વ આઈએએસ સંતોષ બાબુને વિલીવાક્કમ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

Women will Get Payment for Their Work at Home': Kamal Haasan's Poll Promise to TN Homemakers

પરીક્ષા / 1 ઓગસ્ટે યોજાશે NEET ની પરીક્ષા, NTAની જાહેરાત

વિધાનસભાની ચૂંટણી લડવા અંગેની જાહેરાત ખુદ અભિનેતા કમલહાસને કરી હતી અને તેણે DMKના વડા પર નિશાન સાધ્યું હતું, અભિનેતાએ કહ્યું કે, તે દરેક એવી વ્યક્તિની ટીકા કરશે જે લોકોના દુશ્મન છે. સાથે સાથે ડીએમકેના વડા એમ.કે.સ્ટાલિન પર નિશાન સાધતા કહ્યું કે, જો હું નક્કી કરું કે કોઈ વ્યક્તિ લોકોનો દુશ્મન છે તો મારે તેમની ટીકા કરવી પડશે. તો બીજી તરફ તેમણે સત્તારૂઢ એઆઈએડીએમકે (AIADMK) વિરુદ્ધ નરમ વલણ અપનાવના આક્ષેપોને પણ નકારી દીધા હતા અને કહ્યું હતું કે બંને દ્રવિડ પક્ષોને સત્તામાંથી દૂર કરવા જોઈએ.કમલ હાસને વધુમાં જણાવ્યું કે જ્યારે હું શાસક પક્ષ વિશે ટીકાત્મક વાત કરતો હતો ત્યારે તમે પૂછ્યું કે તેઓ અને ડીએમકે મારા મિત્રો છે. હું ઈચ્છું છું કે બધા જ દુષ્કર્મીઓને સજા મળે. એઆઈએડીએમકે અને ડીએમકે બંનેને દૂર કરવા જોઈએ તેમાં કોઈ શંકા નથી.

Kamal Haasan 'disappointed' as Rajinikanth decides to stay out of politics

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…