દેશમાં કોરોના કાળને એક વર્ષ પૂર્ણ થવામાં છે ત્યારે માત્ર કેન્દ્ર સરકાર નહિ રાજ્ય સરકારો તેને નિયંત્રણમાં કરવા માટે ચિંતિત છે. કોરોનાના કૂદકેને ભૂસકે વધતા જતા આંકડા દરેક રાજ્ય માટે મહા મુસીબત બની ગયા છે.રાજ્યમાં ફરી એક વખત કોરોનાએ રફ્તાર પકડી છે. ફક્ત ગુજરાતમાં જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ કોરોના વાયરસના કેસોમાં વધારો થયો છે. કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં નાઇટ કરફ્યૂ અને લોકડાઉન પણ લગાવવામાં આવ્યું છે. બીજી તરફ ગુજરાતમાં શુક્રવારના કોરોનાના 715 પોઝિટિવ કેસો આવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરો સાથે બેઠક કરીને સંબંધિત શહેરોની સ્થિતિની વિગતો મેળવી હતી.
પરીક્ષા / 1 ઓગસ્ટે યોજાશે NEET ની પરીક્ષા, NTAની જાહેરાત
રાજ્યના મુખ્યમંત્રી જ્યારે કોરોના પર કાબુ મેળવવા માટે ચિંતિત છે ત્યારેબીજી તરફ રાજ્યમંત્રીએ કોરોનાને લઇને બેજવાબદારીભર્યું નિવેદન આપ્યું છે. મંત્રી યોગેશ પટેલે કહ્યું કે, “ધાર્મિક કાર્યક્રમોમાં કોરોના ફેલાય તો ભગવાન જવાબદાર.” ગત રોજ યોગેશ પટેલ દ્વારા આયોજિત ‘શિવજી કી સવારી’ નીકળી હતી, જેમાં હજારો લોકો જોડાયા હતા. મંત્રી યોગેશ પટેલે શુક્રવારના વેક્સિન લીધા બાદ નિવેદન આપ્યું હતુ. તેમણે લોકોને કોરાનાના કારણે સાવચેતી રાખવા અને માસ્ક પહેરવાની અપીલ કરવાની જગ્યાએ એવું કહી દીધું કે, “જો કોવિડ નિયમોનું પાલન ન થાય અને કોરોના ફેલાય તો શિવ જી જવાબદાર.”
ચીન / છેવટે, ડોનાલ્ડ ટ્રમ્પની આ પ્રતિમા ચીનમાં કેમ ધૂમ મચાવી રહી છે ?
કોરોના જાણે દરેક રાજ્ય સરકારને પડકાર ફેંકી રહ્યો છે અને હંફાવી રહ્યો છે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસો ઝડપી ગતિએ વધી રહ્યા છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના 715 પોઝિટિવ કેસો સામે આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 18,38,382 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 4,61,434 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,10,130 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.