Bollywood/ સોનુ સૂદે કરી NCP ચીફ શરદ પવાર સાથે મુલાકાત

બીએમસીએ બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું અને શોધી કાઢ્યું કે સૂદે નિયમોનું પાલન કર્યું નથી. ત્યારબાદ તેમણે પોલીસને ફરિયાદ મોકલી હતી. બીએમસીએ એમ પણ શોધી કાઢ્યું હતું કે ગત વર્ષે ઓક્ટોબરમાં સુદને સૂચના આપવામાં આવ્યા પછી પણ કથિત ગેરકાયદેસર બાંધકામ ચાલુ હતું.

Entertainment

બોલીવુડ અભિનેતા સોનુ સૂદે બુધવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર સાથે અહીં તેમના નિવાસસ્થાને મુલાકાત કરી છે. આપને જણાવી દઈએ કે બીએમસીએ સોનુ સૂદ વિરુદ્ધ ગેરકાયદે બાંધકામો માટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

સૂત્રોએ જણાવ્યું કે બેઠક પાછળનું કારણ હાલ જાણવા મળ્યું નથી. બૃહમ્મુબાઈ પાલિકાએ ગયા અઠવાડિયે જુહુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પરવાનગી વગર રહેણાંક મકાનને હોટેલમાં રૂપાંતરિત કરવાના આરોપસર સોનુ સૂદ સામે એફઆઈઆરની માંગ કરી હતી.

આ પણ વાંચો : અલી અબ્બાસ ઝફર મને ગંભીર પાત્ર માટે કાસ્ટ કરશે એવું ક્યારેય ધાર્યું નહોતુ : સુનિલ ગ્રોવર

બીએમસીએ બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું અને શોધી કાઢ્યું કે સૂદે નિયમોનું પાલન કર્યું નથી. ત્યારબાદ તેમણે પોલીસને ફરિયાદ મોકલી હતી. બીએમસીએ એમ પણ શોધી કાઢ્યું હતું કે ગત વર્ષે ઓક્ટોબરમાં સુદને સૂચના આપવામાં આવ્યા પછી પણ કથિત ગેરકાયદેસર બાંધકામ ચાલુ હતું. પોલીસે આ મામલે હજુ સુધી એફઆઈઆર નોંધી નથી. સોનુએ BMC ની નોટિસને પડકારવા માટે બોમ્બે હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે.

આ પણ વાંચો :  સૈફ અલી ખાને ફિલ્મ ‘તાંડવ’માં ભૂમિકાને લઈને કરી આ ખાસ વાતો…

સોનુ સૂદઘણી ફિલ્મોમાં દેખાયો છે. વિલનની ભૂમિકામાં તેની જોરદાર અભિનયથી તેને દરેકના હૃદય પર રાજ કરે છે. તે સલમાન ખાનની ફિલ્મ દબંગ ઉપરાંત જોધા-અકબર અને સિમ્બા જેવી ફિલ્મોમાં પ્રબળ અભિનય માટે જાણીતા છે અને ગયા વર્ષે તે કોવિડ -19 ને લઈને લાગુ કરવામાં આવેલ લોકડાઉન દરમિયાન સ્થળાંતર કરનારાઓને તેમના ઘર પહોંચાડી મદદ કરી હતી ત્યારે તે ચર્ચામાં આવ્યો હતો.

આ પણ વાંચો : કરિશ્મા તન્નાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસ્વીરો જોઈએ ક્રેઝી થયા ફેન્સ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…